Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

સુરતમાં ઉઘના પોલીસે પટેલનગરમાં જાહેરમાં જુગાર રમતા 6 શખ્સોને ઝડપી ગુનો દાખલ કર્યો

સુરત: શહેરમાં ઉધના પોલીસે રવિવારે સાંજે પટેલનગરમાં ઘરના ઓટલા પાસે જાહેરમાં જુગાર રમતા છ ને ઝડપી પાડી રોકડા રૂ.10,200 કબજે કર્યા હતા. જોકે, ફરી ઉધના પોલીસે માત્ર જુગારનો જ કેસ નોંધ્યો હતો. 10 દિવસ અગાઉ ઉધના પોલીસે ભાઠેનામાં પણ કરફ્યુના સમયમાં બંધ રૂમમાં ચાલતું જુગારધામ ઝડપાયું હતું છતાં પોલીસે માત્ર જુગારધારાનો જ કેસ કર્યો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલી બાતમીના આધારે ઉધના પોલીસે ગતસાંજે પટેલનગર પ્લોટ નં.26 ના ઓટલા પાસે જાહેરમાં જુગાર રમતા ગદાધર ઉમાકાંત દેવ ( ઉ.વ.48, રહે. પ્લોટ નં.22, ધર્મયુગ સોસાયટી, ઉધના, સુરત ), જયચંદ હરીહર મંહતો ( ઉ.વ.41), સનાતન નિશાકર નાયક ( ઉ.વ.42 ), ખિરોજકુમાર વિજયકુમાર શામળ ( ઉ.વ.30) ( ત્રણેય રહે. પ્લોટ નં.26, પટેલનગર, ઉધના, સુરત ), મનિષ દશરથ શામલ ( ઉ.વ.33, રહે. હરીનગર-૦2, ઉધના, સુરત ) અને રોહિત મધુસુદન સ્વાઇ ( ઉ.વ.૩૮ 38, રહે. પ્લોટ નં.28, રામનગર પોલીસ કોલોની, પાડેસ, સુરત ) ને ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂ.10,200 કબજે કરી જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

(6:07 pm IST)