Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

નાંદોદ તાલુકાના થરી ગામમાં ગરમીના કારણે ધાભા પર મીઠી નીંદર માણી રહેલા દંપતી ના ઘર માંથી રૂપિયા 90,000 ની ચોરી

(ભરત શાહ દ્વારા ) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના થરી ગામમાં ઘરફોડ ચોરીમાં રોકડ થતા સોના ચાંદીના દાગીનાની કોઈ અજાણ્યો ચોર ચોરી કરી જતા રાજપીપળા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
  પ્રાપ્ત માહિતી મુજબ તારીખ 29 મેં ની રાત્રે નવ વાગે થરી ગામમાં રહેતા શંકરભાઇ રેવાદાસ પટેલ પત્નિ સાથે પોતાનું મકાન બંધ કરીને મકાનના ધાબા ઉપર સુવા માટે ગયેલ તે દરમ્યાન કોઈ અજાણ્યો ચોર ઇસમ તા .30 મેં ની વહેલી સવારના કોઈ પણ સમયે તેમના રહેણાંક મકાનનો મુખ્ય દરવાજાનો નકુચો તોડી મકાનમાં તિજોરી ખોલી અંદરનું ડ્રોવરનું લોક તોડી તેમાં મુકેલ સોના ચાંદીના દાગીના કિ.રૂ .૮૦.૦૦૦ -તથા ડ્રોવરમાં મુકેલા કપડામાં મુકેલ રોકડ રકમ રૂ.૧૦,૦૦૦ મળી કુલ્લે રૂ.૯૦.૦૦૦ની ચોરી કરતા આ બાબતે શંકરભાઇ પટેલે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(10:25 pm IST)