Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

રાજ્યમાં આગામી બે દિવસ સુધી હજુ કાતિલ ઠંડી પડી શકે : પવનની ગતિ પણ તેજ રહેશે

રાજ્યમાં પડેલા માવઠાની અસર વર્તાશે: ઠંડી સાથે ભારે પવન ફૂંકાવવાની શક્યતા

અમદાવાદ : રાજ્યમાં માવઠા  બાદ ઠંડીની અસર વર્તાઇ રહી છે. રાજ્યમાં હાલમાં કાતિલ ઠંડી પડી રહી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, રાજ્યમાં આગામી બે દિવસ સુધી હજુ પણ કતલ ઠંડી પડી શકે છે. આગામી 48 કલાક પવનની ગતિ પણ તેજ રહેશે. મહત્તમ તાપમાન નીચું હોવાના કારણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. તેની સાથે બે દિવસ બાદ ઠંડીનું જોર ઘટી શકે છે.

ઉત્તર ભારતમાં હિમવર્ષા ને કારણે પણ રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે. ઠંડા પવનો સાથે રાજ્યમાં કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં લઘુતમ તાપમાન 12.4 ડિગ્રી સાથે ઠંડી વધી ગઈ છે. ગાંધીનગર લઘુતામ તાપમાન 10 ડિગ્રી સાથે ઠંડુગાર થયું છે. વડોદરામાં લઘુતમ તાપમાન 13.6 ડિગ્રી નોંધાયું છે. રાજકોટ લઘુતમ તાપમાન 14.7 ડિગ્રી સાથે ઠંડુંગાર રહ્યું છે. નલિયા 9 ડિગ્રી સાથે ઠંડુંગાર રહ્યું છે.

(9:40 pm IST)