Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

દીવમાં થર્ટી ફર્સ્ટની રાત્રિએ કર્ફ્યૂઃ જાહેરમાં ઉજવણી નહીં કરી શકાય

કોરોનાના કારણે સતત ત્રીજા વર્ષે ઉજવણી નહીં થાયઃ નાઈટ કર્ફ્યૂના કારણે પર્યટકો રાત્રિના ૧૧ પછી ફરી શકશે નહીં

દીવ, તા.૩૧: દીવ જિલ્લામાં સંઘ પ્રદેશની કોરોનાની ગાઈડલાઈન મુજબ રાત્રિ કરફ્યૂ ૩૧ ડિસેમ્બર સુધી અમલમાં છે. રાત્રિના ૧૧ થી સવારના ૬ વાગ્યા સુધીનો છે. જેના કારણે સતત ત્રીજા વર્ષે પણ પર્યટકો અને સ્થાનિકો ૨૦૨૧ને બાય-બાય અને ૨૦૨૨ને વેલકમ જાહેરમાં નહિ કરી શકે.

કોરોના મહામારીના કારણે બે વર્ષથી દીવમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી થતી નથી તેમ આ વર્ષે પણ નાઈટ કર્ફયુ લાગુ હોવાના કારણે પર્યટકો અને સ્થાનિક થર્ટી ફર્સ્ટની ઉજવણી નહિ કરી શકે. દીવ પોલીસ વિભાગ પણ હાલમાં નાઈટ કર્ફયુનું પાલન જનતા પાસે કરાવી રહેલ છે. દીવમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે આવનારા પર્યટકોને નાઈટ કર્ફયુના કારણે રાત્રીના ૧૧ પછી જાહેરમાં ફરી નહિ શકે.

(10:16 am IST)