Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

ધોલેરા તાલુકાના મિંગલપુર ખાતે નવા પંચાયત ભવનનું ખાતમુહૂર્ત કરાયું

(વંદના નીલકંઠ વાસુકીયા,) વિરમગામ : ધોલેરા તાલુકાના મિંગલપુર ગામે સુશાસન દિવસ ની ઉજવણી નિમીતે નવા પંચાયત ભવન નું ખાતમુહૂર્ત અમદાવાદ જિલ્લા પંચાયત પ્રતિનિધિ અનિલસર વેગડ ના વરદહસ્તે કરવામાં આવ્યું હતું.   જેમાં મિંગલપુર ગ્રામ પંચાયત સરપંચ  વિક્રમભાઈ રાઘાણી, ધોલેરા ભાજપ યુવા મોર્ચા કારોબારી સદસ્ય સંજયભાઈ મેર, ધોલેરા તાલુકા વિકાસ અધિકારી મનીષભાઈ, વિસ્તરણ અઘિકારી દિગુભા ચુડાસમા, મિંગલપુર ગ્રામ પંચાયત તલાટી કમ્ મંત્રી ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, ધોલેરા તાલુકા ભાજપ મંડલના આગેવાનો, પદાધિકારીઓ, કાર્યકરો અને ગ્રામજનો હાજર રહ્યા હતા.  (તસવીર : પરેશ હપાણી - ધોલેરા)

(7:33 pm IST)