Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

ચીનની મદદ લઇ પાકિસ્તાને બલુચિસ્તાન પર ગુજાર્યો હતો અત્યાચાર:માહિતી

નવી દિલ્હી: પાકિસ્તાન સૈન્યના એક જનરલે એક ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે બલૂચ સ્વતંત્રતા આંદોલનને કચડવામાં ચીનનો મોટો હાથ છે. તેમણે જાહેરમાં સ્વીકાર કર્યો છે કે બલુચિસ્તાનમાં લોકો પોતાના પર થઇ રહેલા અત્યાચારો સામે જે આંદોલન ચલાવી રહ્યા છે તેને કચડવામાં ચીને મદદ કરી છે.

એક સ્થાનિક સમાચાર એજન્સીનેપાકિસ્તાનના જનરલે કહ્યું હતું કે ચીને બલુચ આંદોલનને કચડી નાખવા માટે મને અહીં તૈનાત કર્યો છે. મને અહીં મહિનાનું કામ સોપવામાં આવ્યું છે. ઇરાનને પાકિસ્તાનનો સૌથી મોટો દુશ્મન ગણાવતા પાકિસ્તાની સૈન્યના પ્રમુખ જનરલ અયમાન બિલાલે કહ્યું હતું કે પાકિસ્તાનની સેના ઇરાનની અંદર જશે અને તેની વિરૂદ્ધ કાર્યવાહી કરશે.

તેણે વધુ ઘટસ્ફોટ કરતા કહ્યું કે ચીને મને પગાર અને એક મોટી રકમ આપી છે, સાથે મને સત્તાવાર રીતે પોતાના ક્ષેત્રીય હિતો માટે તેમજ સીપીઇસી વિરૂદ્ધ ઇરાનના કાવતરાને વિફળ કરવા માટે અહી પોસ્ટ કર્યો છે. કેમ કે ક્ષેત્રીય હિતોમાં એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ છે.

(5:03 pm IST)