Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

અમેરિકામાં 5થી 11ની વયજૂથના બાળકોને મળી રસીની મંજૂરી

નવી દિલ્હી  : અમેરિકાના ફૂડ ઍન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ફાઇઝર-બાયોએનટેકની કોવિડ-19ની રસીને બાળકોમાં આપાતકાલીન વપરાશ માટે મંજૂરી આપવામાં આવી છે. ૫થી ૧૧ વર્ષના વયજૂથમાં મંજૂરી મેળવનારી આ પહેલી કોરોના રસી છે. સંશોધન અને પરીક્ષણની લાંબી પ્રક્રિયા બાદ બાળકો માટે કોરોના રસીને મંજૂરી આપવામાં આવી છે. પરીક્ષણના ડેટા પરથી સ્પષ્ટ થયું હતું કે આ રસીથી ૫થી ૧૧નાં વયજૂથનાં બાળકોનો ઇમ્યુન રિસ્પોન્સ ૧૬થી ૨૫ના વયજૂથને સમાન છે. બાળકોમાં કોરોનાને રોકવામાં આ રસી ૯૦.૭ ટકા સફળ જોવા મળી હતી. ૩૧૦૦ જેટલાં બાળકોમાં આ રસીનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને એનાથી કોઈ પ્રકારની ગંભીર આડઅસર જોવા મળી ન હતી. ૧૮ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોમાં જોવા મળેલા કોરોના પૉઝિટિવ કેસમાં ૩૯ ટકા ૬થી ૧૧ની વયજૂથનાં લોકો હતા.

(6:44 pm IST)