Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

ઇઝરાયલનું આ શહેર બન્યું દુનિયાનું સૌથી મોંઘુ શહેર

નવી દિલ્હી: જો તમે વિચારતા હોવ કે પેરિસ કે સિંગાપુર રહેવા માટે સૌથી મોંઘી જગ્યા છે તો તમે ખોટા છો. કારણ કે વિશ્વના સૌથી મોંઘા શહેરોમાં ઇઝરાયેલનું તેલઅવીવ શહેર સૌથી મોંઘુ છે. ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટ (EIU) દ્વારા જાહેર સત્તાવાર રેન્કિંગમાં પાંચ નંબરની છલાંગ મારીને તેલઅવીવ શહેર પહેલી વખત, સૌથી મોંઘા શહેરોની યાદીમાં ટોપ પર છે. તો આ યાદીમાં પેરિસ અને સિંગાપુર સંયુક્ત રીતે બીજા સ્થાને છે. જે બાદ જ્યૂરિચ અને હોંગકોંગનો નંબર આવે છે. જ્યારે ન્યૂયોર્ક છઠ્ઠા સ્થાને અને જિનિવા સાતમાં નંબરે છે. વર્લ્ડવાઈડ કોસ્ટ ઓફ લિવિંગ ઈન્ડેક્સ મુજબ 173 શહેરોમાં વસ્તુઓ અને સેવાઓ માટે અમેરિકી ડોલરમાં કિંમતોની તુલના કરીને આ યાદી બનાવવામાં આવી છે. આ યાદીમાં તે શહેરોને રાખવામાં આવ્યા હતા જેમાં રહેવા માટે તમામ દ્રષ્ટીએ મોંઘુ હોય. જેને વર્લ્ડવાઈડ કોસ્ટ ઓફ લિવિંગ ઈન્ડેક્સના આધારે નક્કી કરવામાં આવે છે. સૌથી પહેલાં એ જોવામાં આવે છે કે અમેરિકી ડોલરની તુલનાએ ત્યાં લોકલ કરન્સીનું મૂલ્ય કેટલું છે. EIU દ્વારા જાહેર રેન્કિંગના ટોપ 10માં ડેનમાર્કનું કોપનહેગન 8માં નંબર, અમેરિકાનું લોસ એન્જલિસ 9માં તો જાપાનનું ઓસાકા શહેર સૌથી મોંઘા શહેરમાં 10 નંબરે છે. સૌથી મોંઘા શહેરની યાદીના ટોપ-10માં ભારતનું એક પણ શહેર નથી.

(6:02 pm IST)