Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

અમેરિકાના મિસિસિપી રાજ્યમાં લોટરીની ટિકિટ ખરીદવી આ શખ્સને ખુબજ ફાયદાકારક સાબિત થયું:1.80કરોડનો જેકપોટ લાગ્યો

નવી દિલ્હી: અમેરિકાના મિસીસિપી રાજ્યમાં એક વ્યક્તિ ક્રોસગેમ રમતા અને તેનાથી લોટરી ટિકિટ ખરીદી કરી 4 વખત લાખોની લોટરી જીતી ચુક્યો છે. વખતે તેના હાથે જેકપોટ લાગ્યો. જેકપોટ પણ કોઈ નોનો મોટો નહીં, પરંતુ ભારતીય રૂપિયાના હિસાબથી 1 કરોડ 80 લાખનો જેકપોટ તેના હાથ લાગ્યો છે. પરંતુ તેની દરિયાદિલીએ સૌ કોઈનું દિલ જીતી લીધું છે. તેણે પૈસાને સારા કામોમાં લગાવ્યા છે.

મિસીપિસીના મેરિડિએન શહેરમાં રહેતા બ્રોયન મોસે તેના જીવનમાં 6 વખત લોટરી જીતી છે. પહેલા તેને 5 વખત લાખો ડોલરની આવક કરી હતી, પંરતુ પ્રથમ વખત છે જ્યારે તેના હાથ જેકપોટ લાગ્યો છેતેણે લોટરી ટિકીટ એક્સ્ટ્રામાઈ કન્વીનિયન્સ સ્ટોરથી ખરીદી હતી અને હવે બ્રોયને નક્કી કર્યું છે કે, રકમ ઇદોહા પબ્લિક સ્કૂલને આપી દેશે. જેથી સ્કૂલના બાળકોનું શિક્ષણ સ્તર અને તેની સુવિધાઓમાં સુધારો થઇ શકે. બ્રોયનની દીકરી પણ સ્કૂલમાં અભ્યાસ કરે છે.

(5:52 pm IST)