Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

બલુચિસ્તાનમાં પાકિસ્તાની સેનાનું હેલીકૉપટર ગૂમ થયું હોવાની માહિતી

નવી દિલ્હી: પાકિસ્તાની સેનાનું એક હેલિકોપ્ટર ગુમ થયું છે. પાકિસ્તાની સેનાએ જણાવ્યું હતું કે બલૂચિસ્તાનમાં પૂર રાહત અભિયાન દરમિયાન હેલિકોપ્ટરનો એર ટ્રાફિક કંટ્રોલ સાથે સંપર્ક તૂટી ગયો હતો. પાકિસ્તાની સેનાના પ્રવક્તાએ જણાવ્યું કે હેલિકોપ્ટરમાં 12 કોર્પ્સના કમાન્ડર સાથે 6 અધિકારીઓ હતા. પાકિસ્તાનના સ્થાનિક મીડિયાએ દાવો કર્યો છે કે કોર્પ્સ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ સરફરાઝ અલી અને બે મેજર ઉપરાંત, પાકિસ્તાન કોસ્ટ ગાર્ડના મહાનિર્દેશક બ્રિગેડિયર અમજદ હનીફ સત્તી પણ બોર્ડમાં હતા. પોલીસ અધિકારી પરવેઝ ઉમરાણીએ રોઇટર્સ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે હેલિકોપ્ટર છ કલાકથી વધુ સમયથી ગુમ છે અને બચાવ કામગીરી શરૂ થઈ ત્યારથી હેલિકોપ્ટર મળ્યું નથી.

(5:47 pm IST)