Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

ચીન કરી રહ્યું છે પોતાના હથિયારોને બમણા કરવાની તૈયારી

નવી દિલ્હી: પોતાની વિસ્તારવાદી આદતો અને કોરોના મહામારીના કારણે અલગ થલગ પડી ગયેલું ચીન પોતાના પરમાણુ હથિયારોને બમણા કરવાની તૈયારી કરી રહ્યું છે. પેન્ટાગોને પોતાના રિપોર્ટમાં ખુલાસો કર્યેા છે કે ચીન આ દાયકાના અતં સુધીમાં પોતાના પરમાણુ વોરહેડ ને બમણા કરવાના પ્રયત્નોમાં છે. આ વોરહેડ જમીનની સાથે સાથે સમુદ્ર અને હવામાં બેલિસ્ટિક મિસાઈલો લોન્ચ કરવામાં સક્ષમ છે.

      રિપોર્ટમાં એવો પણ દાવો કરાયો છે કે પીપલ્સ લિબરેશન આર્મી સંયુકત સૈન્ય અભિયાનો ઉપર પણ ધ્યાન આપી રહી છે જેથી કરીને તાઈવાન તરફથી અમેરિકી સેનાની કોઈ પણ કાર્યવાહીનો જવાબ આપી શકાય. પેન્ટાગોનનો આ રિપોર્ટ અમેરિકાની ચિંતા વધારી શકે છે. કારણ કે તેમાં કહેવાયું છે કે ચીની સેનાએ જહાજ નિર્માણ, લેન્ડ બેસ્ડ બેલિસ્ટિક અને ક્રૂઝ મિસાઈલો અને વાયુ રક્ષા પ્રણાલીઓ જેવા અનેક ક્ષેત્રોમાં અમેરિકી સેના જેટલી ક્ષમતા મેળવી લીધી છે કે પછી તેનાથી આગળ નીકળી ગઈ છે.

(7:10 pm IST)
  • દેશમાં કોરોનાનો કહેર યથાવત : રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 78,168 પોઝીટીવ કેસ નોંધાયા : કુલ કેસનો આંક 37,66,108 થયો : 7,99,538 એક્ટિવ કેસ : વધુ 62,144 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 28,99,521 લોકોને કોરોનાને હરાવ્યો :વધુ 1027 લોકોના મોત સાથે મૃત્યુઆંક 66,460 થયો access_time 12:23 am IST

  • કોરોના મહામારી વચ્ચે રાજય સરકારનો મોટો નિર્ણય : પદાધિકારીઓ અને ધારાસભ્યોના વેતનમાં કરશે ઘટાડો : ૧ વર્ષ માટે મંત્રીઓ અને ધારાસભ્યોના પગારમાં ૩૦% કપાત કરાશે : વેતનમાં કપાત કરવા સરકાર વિધાનસભામાં લાવશે વિધેયક : કરાર આધારીત પુનઃ નિમણુક કરાયેલ નિવૃત અધિકારીઓને મળતા પગારમાં પણ ૩૦% કાપ મૂકાશે : કપાતથી બચેલી રકમ કોરોના મહામારી માટે વપરાશે access_time 6:26 pm IST

  • હું નામદાર કોર્ટનો ખુબ આભારી છું કે જેણે મને મુક્ત કરવાનો આદેશ કર્યો : સંઘર્ષ સમયમાં સાથ આપનાર તમામનો આભાર : હું ઉત્તર પ્રદેશ એટીએફ નો પણ આભારી છું જેણે મુંબઈથી મથુરા લઇ જતી વખતે મારુ એન્કાઉન્ટર ન કરી નાખ્યું : જેલમાં મને સતત પાંચ દિવસ સુધી કંઈ ખાવા પીવા પણ નહોતું દીધું : યોગી સરકારે મને હેરાન કરવામાં કંઈ બાકી નથી રાખ્યું : રાષ્ટ્રીય સુરક્ષા કાનૂન હેઠળ 8 માસ સુધી જેલવાસ ભોગવ્યા બાદ કોર્ટના આદેશથી મુક્ત કરાયેલા ડો.કલીલ ખાનનું ટ્વીટ access_time 10:44 am IST