Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

તાઇવાનના હવાઈ વિસ્તારમાં ચીનના 38 વિમાન ઘુસ્યા હોવાની માહિતી

નવી દિલ્હી: તાઇવાને એક વર્ષમાં અનેક વખત ચીન દ્વારા તેના હવાઈક્ષેત્રમાં અતિક્રમણની ફરિયાદ કરી છે. તાઇવાને કહ્યું છે કે ચીને તેના હવાઈક્ષેત્ર પર અત્યાર સુધીનું સૌથી મોટું અતિક્રમણ કર્યું છે. ન્યૂઝ એજન્સી રૉયટર્સ અનુસાર તાઇવાને દાવો કર્યો છે કે, શુક્રવારે ચીનના રાષ્ટ્રીય દિવસે 38 લડાકુ વિમાનોએ તાઇવાનના હવાઈક્ષેત્રમાં બે વખત ઉડાણ ભરી હતી. તાઇવાને એક વર્ષમાં અનેક વખત ચીન દ્વારા તેના હવાઈક્ષેત્રમાં અતિક્રમણની ફરિયાદ કરી છે,ખાસ કરીને તાઇવાનના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં જે તાઇવાન નિયંત્રિત પ્રતાસ દ્વીપ પાસે છે. તાઇવાનના રક્ષા મંત્રાલયે જણાવ્યું કે, ચીનના 18 જે-16, ચાર સુખોઈ-30 લડાકુ વિમાન, પરમાણુ ક્ષમતાવાળા બે એચ-6 બૉમ્બર્સ અને એક ઍન્ટી-સબમરીન લડાકુ વિમાન તાઇવાનની હદમાં ઘૂસી આવ્યા હતા. તેના બાદ શુક્રવારે રક્ષા મંત્રાલયે જણાવ્યું કે ચીનના વધુ 13 લડાકુ વિમાન તેમની હવાઈ સરહદમાં ઘૂસ્યા હતા. જેમાં 10 જે-16એસ, બે એચ-6એસ અને એક પૂર્વ ચેતાવણી વિમાન સામેલ હતું.

(5:23 pm IST)