Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

અમેરિકામાં કોરોનાના કારણોસર મ્રુતકઆંક વધીને 50 લાખને પાર થયો

નવી દિલ્હી: દુનિયાભરમાં કોરોના વાયરસ મહામારીને કારણે જીવ ગુમાવનારો લોકોની સંખ્યા 50 લાખ નજીક પહોંચી ગઇ છે. દુનિયાભરમાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે 49.97 લાખ લોકોના મોત થઇ ચુક્યા છે. રોઇટર્સના એક અહેવાલ મુજબ 25 લાખ લોકોના મોત એક વર્ષથી વધારે સમયગાળામાં થયા જયારે બાકીના 25 લાખ લોકોના મોત માત્ર 236 દિવસ એટલે કે 8 મહિનામાં થયા. પાછળના સમયમાં મોતની સંખ્યા વધવાનું કારણ કોરોનાની બીજી લહેર અને ડેલ્ટા સંક્રમણને માનવામાં આવે છે. જો કે થોડી રાહત આપનારી વાત એ છે કે છેલ્લાં કેટલાંક સપ્તાહમાં દુનિયામાં ડેથ રેટ ઘટી રહ્યો છે. અમેરિકામાં સૌથી વધારે લોકોના મોત થયા છે. છેલ્લાં 7 દિવસમાં દુનિયાભરમાં કોરોનાને કારણે 8 હજાર લોકોના મોત થયા છે, મતલબ કે દર 5 મિનિટે એક વ્યકિત જીવ ગુમાવી રહી છે.. છેલ્લાં 7 દિવસમાં દુનિયામાં કુલ મોતની ટકાવારીમાં અડધાથી વધારે મોત તો અમેરિકા, રશિયા, બ્રાઝીલ, મેક્સિકો અને ભારતમાં થઇ છે. જો કે રાહત આપનારી વાત એમ છે કે તાજેતરના આંકડામાં છેલ્લાં કેટલાંક સપ્તાહથી ડેટ રેટમાં ઘટાડો થઇ રહ્યો છે.

 

(5:24 pm IST)