Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

વૈજ્ઞાનિકોએ ડાયાલિસિસ ક્ષેત્રે વિકસાવી કૃતિમ કીડની

નવી દિલ્હી: કિડની ફેલ થઈ ગયેલા દર્દીઓને માટે રાહતના સમાચાર છે. વૈજ્ઞાનિકોએ એક એવી કૃત્રિમ કિડની તૈયાર કરી છે જે કિડનીના દર્દીઓને ડાયાલીસીસની જરૂરીયાતો ઘટાડવામાં કારગત નીવડી શકે છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે આ ઈમ્પ્લાન્ટેમ્બલ બાયો આર્ટીફીશીયલ કિડની પીડિત દર્દીઓને પ્રત્યારોપણ માટેની લાંબી વાટમાંથી છૂટકારો અપાવશે. કિડની પ્રોજેકટ એક નેશનલ રિસર્ચ પ્રોજેકટ છે તેનું લક્ષ્‍ય કૃત્રિમ કિડની બનાવવાનું છે. કૃત્રિમ કિડનીનાં પ્રોટોટાઈપનું પરીક્ષણ ખુબ જ સફળ રહ્યું છે.કિડની એકસને અમેરીકી સ્વાસ્થ્ય અને માનવ સેવા વિભાગ અને અમેરિકન સોસાયટી ઓફ નેફ્રોલોજી વચ્ચે એક જાહેર-ખાનગી ભાગીદારીથી વિકસીત કરાઈ છે. પીડિતોનું જીવન નવી શોધથી બહેતર બનશે: વિશેષજ્ઞોની ટીમે પ્રીકિલનીકલ મોડેલમાં તેના પ્રદર્શનનું મુલ્યાંકન કર્યું હતું. લોહીને પાતળુ કરવા અથવા ઈમ્યુનોસપ્રેસેન્ટ દવાઓ વિના કૃત્રિમ કિડની માત્ર બ્લડ પ્રેસરથી સંચાલીત થઈ હતી. યુસીએસએફ સ્કુલ ઓફ ફાર્મસીનાં ફેકલ્ટી સદસ્ય રોયે જણાવ્યું હતું કે કૃત્રિમ કિડની દર્દીઓને ડાયાલીસીસની તુલનામાં વધુ ગતિશીલતા અને બહેતર શારીરીક પરીણામ આપશે. તેમણે જણાવ્યું હતું કે તે દર્દીઓના જીવનને બહેતર બનાવશે.

(5:24 pm IST)