Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

ઓસ્ટ્રેલિયામાં લાગેલ ટ્રાવેલ પ્રતિબંધ નવેમ્બરથી ઉઠાવી લેવામાં આવશે

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાએ તેના વેક્સિનેટેડ નાગરિકો માટેનો કોરોના પ્રતિબંધ નવેમ્બરથી ઉઠાવી લેવાની યોજના તૈયાર કરી છે. જોકે આંતરરાષ્ટ્રીય ટુરિસ્ટ્સની એન્ટ્રી માટે હજુ કોઇ તારીખ જાહેર કરી નથી. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસનને શુક્રવારે જણાવ્યું હતું કે 16 વર્ષથી મોટી ઉંમરના 80 ટકા નાગરિકો ફુલી વેક્સિનેટેડ બને તે પછી ટ્રાવેલ નિયંત્રણો દૂર કરવામાં આવશે. આ નિયંત્રણોથી છેલ્લાં 18 મહિનાથી મોટા ભાગના ઓસ્ટ્રેલિયન્સ અને કાયમી નિવાસીઓ ઘરમાં પુરાઈ રહ્યાં છે. ઓસ્ટ્રેલિયાએ ગયા વર્ષના 20 માર્ચે દેશમાં એન્ટ્રી અને એક્ઝિટ માટે સૌથી આકરા નિયંત્રણો લાગુ કર્યા હતા.

ઓસ્ટ્રેલિયાની ટોચની મેડિકલ નિયમનકારી સંસ્થાએ દેશમાં આવતા ઇન્ટરનેશનલ ટ્રાવેલર્સ માટે ભારતમાં સીરમ ઇન્સ્ટીટ્યૂટ દ્વારા ઉત્પાદિત કોવિશિલ્ડ વેક્સિનને શુક્રવારે મંજૂરી આપી છે. ઓસ્ટ્રેલિયાનના વડાપ્રધાનની ઓફિસે જણાવ્યું હતું કે દેશમાં આવતા ઇન્ટરનેશનલ ટ્રાવેલર્સ માટે કોરોનાવેક (સિનોવેક) અને કોવિશિલ્ડને માન્ય ગણવાની થેરાપેટિક ગૂડ્સ એડમિનિસ્ટ્રેશન (ટીજીએ)એ ભલામણ કરી છે.

(5:25 pm IST)