Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

તાલિબાને અફઘાનિસ્તાનમાં મીડિયા રિપોર્ટિંગ પર પ્રતિબંધ લગાવ્યો હોવાની માહિતી

નવી દિલ્હી: તાલિબાનના માહિતી અને સંસ્કૃતિ મંત્રાલયે મીડિયા રિપોર્ટિંગ પર પ્રતિબંધ લાદ્યો છે. મીડિયાને ઈસ્લામ વિરુદ્ધ કોઈ પણ પ્રકારનું રિપોર્ટિંગ કરવા દેવામાં આવશે નહીં. તાલિબાન નેતૃત્વની ટીકા કરી શકાશે નહીં.

હ્યુમન રાઇટ્સ વોચ ગ્રુપના એશિયા પ્રદેશના સહયોગી નિર્દેશક પેટ્રિશિયા ગોસમેને કહ્યું: “તાલિબાનના ફરમાન મુજબ, મીડિયાએ કોઈપણ મુદ્દા પર સંતુલિત રિપોર્ટિંગ રાખવું પડશે, સિવાય કે તાલિબાન અધિકારીઓ તે મુદ્દે પ્રતિક્રિયા ન આપે.” તે જ સમયે, તાલિબાને મહિલા પત્રકારોને કામ કરવા પર પહેલેથી જ પ્રતિબંધ લગાવી દીધો છે. આ સિવાય તાલિબાન દ્વારા 7000 પત્રકારોને કેદ કરવામાં આવ્યા છે

સંયુક્ત રાષ્ટ્રમાં તાલિબાનના રાજદૂત તરીકે નિયુક્ત સુહેલ શાહીને આંતરરાષ્ટ્રીય મંચ પર પ્રતિનિધિત્વ કરવાની પરવાનગીની વિનંતી કરી છે. શાહીને કહ્યું કે ગની સરકારના પતન બાદ તેમના નિયુક્ત દૂત દેશનું પ્રતિનિધિત્વ કરી શકતા નથી. એક ટ્વીટમાં શાહીને કહ્યું કે, અત્યારે દેશના લોકોનો એકમાત્ર અને વાસ્તવિક પ્રતિનિધિ અફઘાનિસ્તાનનો ઇસ્લામિક અમીરાત છે.

(5:26 pm IST)