Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

અહીંયા બેચલર રહેવા પર પુરુષોએ ચૂકવવો પડતો હતો ટેક્સ

નવી દિલ્હી: ટેકસ એટલે કે કર ઉધરાવવા માટે વિવિધ તરકિબો ખૂબજ પ્રાચીન સમયથી ચાલે છે.  કેટલાક તો એવા અજબ ગજબ પ્રકારના ટેકસ હોય છે જેનું લોજિક સરળતાથી સમજવું અધરુ પડે છે. આવો જ એક ટેકસ અપરણીત લોકો પર લગાવવામાં આવતો બેચલર ટેકસ હતો.  ઇસ ૧૬૯૫માં ઇંગ્લેન્ડ અને ફ્રાંસ વચ્ચે વૉર ચાલતું હતું ત્યારે બેચલર ટેકસ લાદવામાં આવ્યો હતો. આ બેચલર ટેકસ સરકારી ખજાનાની આવકમાં વધારો કરવા માટે ખૂબજ ઉપયોગી સાબીત થયો હતો. બ્રિટનની સંસદ ધ મેરેજ ડયૂટી એકટ પસાર કર્યો જેમાં કુંવારા ઉપરાંત નિ સંતાન અને વિધૂરોને પણ ટેકસમાં આવરી લેવામાં આવ્યા હતા. સંસદમાં પસાર થયેલા એકટ મુજબ કુવારા ઉપરાંત જન્મ,વિવાહ અને મૃત માણસને દફનાવવા માટે પણ ટેકસની જોગવાઇ હતી.આથી ઇસ ૧૭૦૬માં આ કર પ્રણાલી બિનપ્રભાવશાળી બની જતા તેને રદ્દ કરવામાં આવી હતી.

(6:16 pm IST)