Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

દુબઇમાં હરાજીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

વિશ્વની બીજી સૌથી મોંઘી નંબર પ્લેટ રૂપિયા ૭૬ કરોડમાં વેચાઇએએ૯ નંબર પ્લેટ માટે રૂ. ૭૬ કરોડ જ્યારે ૦૫૬ ૯૯૯ ૯૯૯૯ મોબાઇલ નંબર માટે રૂ. ૬ કરોડ ચૂકવાયા

દુબઇ,તા. ૩ : વિશ્વમાં સૌથી મોંઘી નંબર પ્લેટ અંગે અનેક ચર્ચાઓ જોવા મળે છે. ફરી એક વાર આવી જ વિશેષ સિંગલ ડિજિટ નંબર પ્લેટ એએ૯ માટે હરાજી કરવામાં આવી હતી. આ નંબર પ્લેટ ખરીદનારે નવો વિશ્વ વિક્રમ રચ્યો છે. આ નંબર પ્લેટને ૩.૮ કરોડ યુએઇ દિરહમ એટલે કે ૭૬ કરોડ રૂપિયામાં ખરીદવામાં આવી હતી.

નંબર પ્લેટોની હરાજીના આ કાર્યક્રમમાં આ નંબર પ્લેટ ઉપરાંત અન્ય નંબર પ્લેટોની પણ હરાજી કરવામાં આવી હતી. દુબઇ સ્પોર્ટસ કાઉન્સિલના ચેરમેન મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમ ગ્લોબલ ઇનિશિએટિવ્સએ દુબઇમાં સડક અને પરિવહન ઓથોરિટીના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ જ કાર્યક્રમમાં ૦૫૬ ૯૯૯ ૯૯૯૯ જેવો મોબાઇલ નંબર ૬ કરોડ રૂપિયામાં વેચવામાં આવ્યો હતો. આ આયોજનમાં હરાજીથી મળેલ રકમનો ઉપયોગ પવિત્ર રમઝાન મહિનામાં ૩૦ દેશોની વ્યકિતઓ અને પરિવારો માટે પાર્સલ સ્વરૂપે ભોજન ઉપલબ્ધ કરાવવા માટે કરવામાં આવશે. હરાજી શરૂ થતા જ બે દાનવીરોએ ૫,૫૦,૦૦૦ દિરહમ દાનમાં આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ હેઠળ ફકત ૧૦ જ દિવસમાં ૧,૮૫,૦૦૦ દાતાઓની મદદથી કુલ ૧૦ કરોડ દિરહમ એકત્ર કરવામાં આવ્યા છે.

(10:02 am IST)
  • કોરોનાનો ભય વધુમાં વધુ તોળાઈ રહ્યા છે તેવા વિસ્તારોમાં આકરો મીની લોકડાઉન આવી રહ્યા છે : નિયમો અને ગાઈડલાઈન યુદ્ધના ધોરણે તૈયાર થઈ રહી છે : થોડા જ દિવસોમાં દેશના બે જીલ્લાઓમાં કોરોના ખૂબ જ વધી ગયો છે ત્યાં નવી ગાઈડલાઈન, આકરા નિયમનો, નવા પ્રોટોકોલ અને કોરોના કર્ફયુ (મીની લોકડાઉન) માટે કેન્દ્ર સરકાર ભારે તૈયારી કરી રહ્નાનું ન્યુઝ ફર્સ્ટ જણાવે છે : થોડા જ દિવસોમાં આ અંગે જાહેરાત થશે : સત્તાવાર વિગતોની રાહ જાવાઈ રહી છે access_time 1:18 pm IST

  • IPL માં કોરોના સંકટ -કોલકતા ટીમના 2 ખેલાડીઓ બાદ ચેન્નઈ સુપરર્કિંગના 2 ખેલાડી તેમજ પંજાબનો 1 ખેલાડી કોરોના સંક્રમિત access_time 7:13 pm IST

  • કેન્દ્રીય મંત્રી અને ભાજપના સિનિયર નેતા થાવરચંદ ગેહલોતના પુત્રી યોગીતા સોલંકીનું કોરોના સંક્રમીત થયા બાદ સારવાર દરમ્યાન નિધન થતા ઘેર શોકની લાગણી ફેલાયેલ છે. કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગેહલોતના પુત્રી યોગીતાનો કોરોનાએ જીવનદિપ બુઝાવ્યો access_time 5:56 pm IST