Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

જન્મથી જ હતી દુર્લભ સ્થિતી : ૧૮ વર્ષ સુધી અજાણ

અમેરિકાની આ યુવતીને બે 'પ્રાઇવેટ પાર્ટ' અને 'ગર્ભાશય' : હવે સેકસ લાઇફને લઇને પ્રશ્નો

ન્યુયોર્ક,તા. ૩: નોઅમેરિકાના પેન્સિલવેનિયામાં રહેતી એક યુવતીને બે પ્રજનન પ્રણાલી હોવાનું બહાર આવ્યું છે. આ કારણે તેની પાસે બે યોનિ, બે ગર્ભાશય અને ૨ ગર્ભાશય ગ્રીવા છે. ૨૦ વર્ષની આ યુવતીએ હવે આ દુર્લભ શારીરિક સ્થિતિને કારણે જીવનમાં આવતી મુશ્કેલીઓ વિશે જણાવ્યું છે.

અમેરિકાના પેન્સિલ્વેનીયાના ફિલાડેલ્ફિયામાં રહેતી ૨૦ વર્ષીય પૈગ ડીએન્જેલોની બે પ્રજનન પ્રણાલી છે. મેડિકલની ભાષામાં તેને યૂટ્રેસ ડિડેલફિસ કહે છે. એટલે કે, કોઈપણ મહિલાના શરીરમાં બે યોનિ, બે ગર્ભાશય અને બે ગર્ભાશય ગ્રીવા છે.

ડેઇલીમેલના અહેવાલ મુજબ બે પ્રજનન પ્રણાલીના કારણે પૈગ ડીએન્જેલોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ડીએન્જેલોને બે વખત પીરિયડ્સ થયા છે, જેનો અર્થ છે કે જો તે ગર્ભવતી થયા અને જયાં સુધી તેને અન્ય લક્ષણ ન જણાય, ત્યાં સુધી તેના વિશે જાણી શકાશે નહીં

પૈગ ડીએન્જેલો એક જ સમયે તેના બંને ગર્ભાશયમાં ગર્ભવતી થઈ શકે છે, કારણ કે તેની બંને પ્રજનન પ્રણાલી યોગ્ય રીતે કાર્ય કરે છે.

પૈગ ડીએન્જેલોને ૧૮ વર્ષની ઉંમર સુધી આ દુર્લભ શારીરિક સ્થિતિ વિશે જાણકારી ન હતી. જો કે, ૨ વર્ષ પહેલાં જયારે અનિયમિત પીરિયડ્સની સમસ્યા લઇને સ્ત્રીરોગચિકિત્સક પાસે ગઈ હતી, ત્યારે આ વાતનો ખુલાસો થયો હતો. ડીએન્જેલોને કયારે કયારે ૧૫ દિવસમાં જ પીરિયડ્સ આવે છે.

પૈગ ડીએન્જેલોએ કહ્યું, 'જ્યારે પણ હું લોકોને મારી પરિસ્થિતિ વિશે કહું છું, લોકો ચોંકી જાય છે. તેમ છતાં દરેકને લાગે છે કે મારા શરીરના બાહ્ય ભાગમાં બે યોનિઓ દેખાય છે. ત્યારે તેને સમજાવું પડે છે કે આવું નથી. જો હોત તો તે પહેલા જ ખબર પડી ગઈ હતો. ડીએન્જેલોએ જણાવ્યું કે, એમઆરઆઈ કરાવ્યા બાદ આ વાતનો ખુલાસો થયો.  

પૈગ ડીએન્જેલોએ કહ્યું, 'ઘણી વાર લોકો મારી સેકસ લાઈફ વિશે પણ સવાલો ઉભા કરે છે અને પછી તેઓએ ખાતરી આપવી પડે છે કે આને કારણે મારી સેકસ લાઇફમાં કોઈ સમસ્યા નથી.' ડીએન્જોલો કહ્યું કે ફેસબુક અને ટિકટોક દ્વારા હું આવી શારીરિક સ્થિતિથી પીડાતી છોકરીઓ સાથે જોડાયેલી છું. મોટાભાગની મહિલાઓએ ગર્ભપાતનો સામનો કરવો પડે છે.

(9:57 am IST)