Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

ઇટાલીના એક શહેરમાં પાણી નહીં વાઇનની ઉડે છે છોળોઃ ૨૪ કલાક મળે છે મફત

અહીં શરાબના શોખીનોને ૨૪ કલાક મફત વાઇન મળે છે : લોકો યાદગીરી માટે બોટલ ભરીને વાઇન લઇ જઇ શકે છે

કલોદાર ડી ઓર્ટોના,તા. ૩ : ઇટાલીના કલોદાર ડી ઓર્ટોના નામના શહેરના એક પાર્કમાં ગોઠવવામાં આવેલા ફૂવારામાંથી પાણી નહી પરંતુ વાઇનની છોળો ઉડે છે.આ ફૂવારામાંથી શરાબના શોખીનોને ૨૪ કલાક મફત વાઇન મળે છે. તેના માટે વાઇન સેપના નળ પણ ગોઠવવામાં આવ્‍યા છે. આથી વાઇનના શોખીનોમાં આ ફાઉન્‍ટેન ફેમસ બનતો જાય છે.ઘણા ઉંચે ઉછળતા ફુવારાને લાલ રંગનું પાણી સમજી બેસે ત્‍યારે ચાખીને ખાતરી કરવાનું પણ કહેવામાં આવે છે.

કોઇ પણ પ્રકારની ભેળસેળ વગરની આ મોંઘી વાઇન  ઉચ્‍ચગુણવત્તાવાળી પણ છે.જાણે કે વાઇનનું ઝરણું વહેતું હોય એવા આ સ્‍થળની ઘણા લોકો કુતુહલવશ પણ મુલાકાત લે છે. એક વાઇન બનાવતી કંપનીએ પોતાની બ્રાંડ ચખાડવા માટે આ પરબ ખોલી છે.આથી શરાબના શોખીનો માટે આ જગ્‍યા સ્‍વર્ગ જેવી બની ગઇ છે.અહીંયા શરાબ પીતા લોકોનો મેળાવડો જામે છે.આ રેડ વાઇન ફાઉન્‍ટેન દૂર દૂર સુધી ખ્‍યાતિ ધરાવે છે.

રોજ વહેલી સવારે શરાબથી ટાંકીઓ ભરીને તેને ફૂવારા સાથે જોડવામાં આવે છે.બહારથી આવતા ટુરિસ્‍ટો અને વટેમાર્ગુઓ આ સ્‍થળની ફ્રેશ થવા માટે મુલાકાત લે છે.જો કે આ સ્‍થળ શરાબનું ના પીઠુ બની જાય તે માટે તેમાં પ્રવેશ માટે વીક એન્‍ડમાં એપોઇન્‍ટમેન્‍ટ લે તેને જ પ્રવેશ મળે છે. લોકો યાદગીરી માટે બોટલ ભરીને વાઇન પણ લઇ જઇ શકે છે.

શરાબના શોખીનો દેશી મદિરાના સ્‍થાને રેડ વાઇન જેવી મોંઘી બ્રાન્‍ડ મેળવીને ખૂશ થઇ જાય છે.આ પાર્કનું નિર્માણ રોકો વેલેન્‍તીની નામના આર્કિટેકટ દ્વારા કરવામાં આવ્‍યું હતું.તે બનાવવામાં રી સાઇકલ મટેરિયલનો ઉપયોગ કરવામાં આવ્‍યો છે. આ પહેલા પણ  વાઇન ફાઉન્‍ટેન ખોલવામાં આવ્‍યો હતો.પરંતુ વાઇનની મોટા પાયે લ્‍હાણી કરતો આ પ્રથમ ફૂવારો છે. 

(10:29 am IST)