Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

ચિલીની રાજધાની સેન્ટિયાગોથી 650 કિમીના અંતરે 650 મીટર ઊંડો ખાડો બન્યો હોવાની માહિતી

નવી દિલ્હી: ચિલીની રાજધાની સેન્ટિયાગોથી 650 કિમીના અંતરે અમરિલા ટાઉન આવેલું છે. આ વિસ્તાર ખાણો માટે પ્રખ્યાત છે. અહીં અચાનક 200 મીટર ઊંડો અને 25 મીટર પહોળો પૃથ્વીની અંદર ખાડો બની ગયો છે. આવું કેમ થયું, કેવી રીતે થયું? આ મામલે સત્તાવાર તપાસ કરવામાં આવી રહી છે. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની કે માલહાનિ થઈ નથી. શનિવારે આ ખાડો અચાનક બન્યો હતો. વિશાળ ખાડો તાંબાની ખાણ સાથે જોડાયેલો હોવાનું કહેવાઈ રહ્યું છે. તેની ઊંડાઈ 650 ફૂટ (200 મીટર) અને પહોળાઈ 82 ફૂટ (25 મીટર) છે. અચાનક બનેલી આ કુદરતી ઘટના જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જ્યાં આ ખાડો બન્યો છે ચિલીની રાજધાની સેન્ટિયાગોથી લગભગ 650 કિલોમીટરના અંતરે છે. ચિલીના ટિએરા અમરિલા ટાઉનમાં અચાનક આ ખાડો બની ગયો હતો. ચિલીના ઉત્તરમાં, જ્યાં આ વિશાળ ખાડો બન્યો હતો, તે જગ્યા ખાણોનો વિસ્તાર છે. જ્યાં આ ખાડો બન્યો છે તે જગ્યા 'લંડન માઇનિંગ' નામની કેનેડિયન કંપનીના હવાલે છે. આ ખાડા પાસે એક વિશાળ 'અલકાપરોસા ખાણ' છે.

(8:00 pm IST)