Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

પાકિસ્તાનમાં મોંઘવારીએ માઝા મૂકી:લોકોને મળે છે માત્ર એક ટાઈમનું જમવાનું

નવી દિલ્હી: પાકિસ્તાનમાં મોંધવારી પરાકાષ્ઠાએ, 30 જૂન 2022ના રોજ પૂર્ણ થયેલા નાણાંકીય વર્ષમાં મોંઘવારી દર 21 ટકા કરતાં વધી ગયો હતોવીજળી, ગૅસ અને વ્યાજદરોમાં વધારાથી તેમના વેપારમાં ખર્ચ ખૂબ વધી ગયો છેપાકિસ્તાન ઊર્જા અને ખાદ્ય જરૂરિયાતો માટે આયાત પર નિર્ભર છે, જે ડૉલર મોંઘો થતાં વધુ મોંઘા થશે

ડુંગળીની કિંમતોમાં 124 ટકા, ખાદ્યતેલની કિંમતોમાં 70 ટકા, ચિકનની કિંમતોમાં 47 ટકા, ઘઉંની કિંમતોમાં 31 ટકા અને દૂધની કિંમતોમાં 21 ટકાની વૃદ્ધિ થઈ છે

તેલ ઉત્પાદનોની કિંમતમાં 96 ટકા અને વીજળીની કિંમતમાં 34 ટકાની વૃદ્ધિ થઈપાકિસ્તાનમાં મોંઘવારી કેટલી વધી છે, તેનો સંકેત સરકારી આંકડા પણ આપે છે. સરકારી આંકડા પ્રમાણે 30 જૂન 2022ના રોજ પૂર્ણ થયેલા નાણાંકીય વર્ષમાં મોંઘવારીનો દર 21 ટકા કરતાં વધી ગયો હતો, જેના વિશે નિષ્ણાતોનું અનુમાન છે કે તેમાં હજુ પણ વધારો થઈ શકે છે. આ વૃદ્ધિનું કારણ ડૉલરની કિંમતોમાં વૃદ્ધિની સાથે-સાથે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આવેલી વૃદ્ધિ પણ છે, જેનો નકારાત્મક પ્રભાવ આગામી દિવસોમાં વધારે જોવા મળશે. પાકિસ્તાન ઊર્જા અને ખાદ્ય જરૂરિયાતો માટે આયાત પર નિર્ભર છે, જે ડૉલર મોંઘો થતાં વધુ મોંઘું થશે.

(8:02 pm IST)