Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

મહિલાઓ દ્વારા અને મહિલાઓ માટે ચાલે છે યમનનું આ કેફે

લંડન,તા. ૩: યમનમાં મહિલાઓ બેસીને નિરાંતનો સમય ગાળી શકે એવું ખાસ સ્થળ બનાવવામાં આવ્યું છે. આ દેશમાં મહિલાઓ પણ વ્યવસાય ધરાવી શકે છે એ સાબિત કરવા માટે યમનમાં મરીબ શહેરમાં અમ ફેરાસ નામનું મોર્નિંગ આઈકોન કેફે શરૂ કરવામાં આવ્યું છે. આ કેફેની ખાસિયત એ છે કે એ માત્ર મહિલા- કર્મચારીઓ દ્વારા ચાલે છે. અહીં ઘરની બહાર નીકળીને કામ કરતી મહિલાઓ માટે પણ સામાન્યપણે લોકો રૂઢિચુસ્ત વલણ ધરાવતા હોય છે, એવામાં આ કેફે તેમની માન્યતાઓને પડકાર આપી રહ્યું છે.

યમનમાં છેલ્લાં ઘણાં વર્ષોથી યુદ્ઘ જેવી સ્થિતિને કારણે સંઘર્ષમય સમય ચાલી રહ્યો છે. એવામાં વધુ ને વધુ તીવ્ર આર્થિક કટોકટીથી ઘેરાયેલા દેશમાં ધંધો ચલાવવો સરળ નથી. વધતા જતા ભાવ અને ચલણના વધઘટ થતા દર વચ્ચે ગુણવત્ત્।ા જાળવવી એ એક વાસ્તવિક પડકાર છે,

આ કેફેમાં અહીંની મહિલાઓ મુકતપણે નિરાંતના સમયની  મજા માણી શકે છે, જેને લોકોએ ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે.

(2:57 pm IST)