Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

ઓએમજી....ઇન્ડોનેશિયાની આ વ્યક્તિ કરશે 88મી વખત લગ્ન

નવ દિલ્હી: લગ્ને-લગ્ને કુંવારાની કહેવતને સાચી ઠેરવતો વ્યકિત ઈન્ડોનેશિયામાં મળી આવ્યો છે. અહીં વસનારા ૬૬ વર્ષીય વ્યકિત ૮૭ વાર લગ્ન કરી ચૂક્યો છે અને હવે તે પોતાના ૮૮માં લગ્નની તૈયારી કરી રહ્યો છે. તેની નવી પત્ની જોડે તે લગ્ન કરી ચૂક્યો હતો, જે ફકત ૧ મહિનો ચાલ્યાં હતાં.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર, ઈન્ડોનેશિયાના માજાલેન્ગકાનો વતની કાન ૮૮મી વખત લગ્ન કરવા જઈ રહ્યો છે. તેના ૮૭મી વખત જેની જોડે લગ્ન થયાં હતાં, તેની જોડે જ તેના ૮૮માં લગ્ન થવા જઈ રહ્યાં છે. ગત વખતે તેમનું લગ્નજીવન ફકત ૩૦ દિવસ બાદ જ ભંાગી પડયું હતું. ઘણો વિચાર કર્યા બાદ તેમણે તેમના પ્રેમને ફરી એક ચાન્સ આપવાનું નકકી કર્યુ ંછે.કાને ૧૪ વર્ષની ઉંમરથી જ લગ્ન કરવાનું શરૂ કર્યું હતું. તે વખતે તેની પત્ની તેનાથી ઉંમરમાં ૨ વર્ષ મોટી હતી. તેના નજીકના લોકોના જણાવ્યાં અનુસાર, તેની પહેલી પત્ની તેને ફકત બે વર્ષમાં છોડીને જતી રહી હતી. શું કારણથી તેમના લગ્ન જીવનમાં ભંગાણ પડયું તે વિશે ફોડ પાડવાનો કાને ઈનકાર કર્યો હતો. 

ઇન્ડોનેશિયાના એક અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં કાને જણાવ્યું હતું કે, મહિલાઓને આકર્ષિત કરવા માટે તેણે આધ્યાત્મનો રસ્તો અપનાવ્યો છે.  તે કોઈ એવું કામ નથી કરવા માંગતો જે મહિલાઓ માટે સારૂ ન હોય અને તેટલે જ તે લગ્ન કરે છે.કાન જેનાથી અલગ થયો હતો તેની જોડે જ ફરી લગ્ન કરવા મુદ્દે તેણે જણાવ્યું કે, તેની પૂર્વ પત્નીને તે ખૂબ જ પ્રેમ કરે છે, તેથી તે લગ્ન કરવા જઈ રહ્યો છે.

(7:01 pm IST)