Gujarati News

Gujarati News

News of Monday, 4th January 2021

લ્યો કરો વાત.. ૮૮ લાખ રૂપિયાનું કેળું ઝાપટી ગયો કલાકાર

ફ્લોરિડા,તા. ૪: દુનિયાભરમાં લોકો અવનવા તિકડમો કરીને મિડિયામાં ચમકતા રહે છે, અમેરિકાનાં ફ્લોરિડા રાજયનાં મિયામી શહેરમાં આર્ટ મેસલ પર કેળીની બનેલી એક કલાકૃતિ ટિંગાળેલી હતી, તેને ટેપથી ચોંટાડવામાં આવી હતી, અને તેની કિંમત ભારતીય રૂપિયામાં ૮૮ લાખ થતી હતી, જાણીતા કલાકાર ડેવિડ દાતુનાએ આ કળાકૃતિમાંથી કેળું કાઢીને ખાય ગયો.

આ કળાકૃતિ કલાકાર મૌરિઝી યો કૈટેલને તૈયાર કરી હતી અને તેમણે જ ટેપથી ચોંટાડી હતી, કૈટેલને તેનું નામ કોમેડિયન આપ્યું હતું, ઇંન્સ્ટાગ્રામ પર તેમણે એક વિડિયો શેઅર કર્યો જેમાં તેમણે સમગ્ર દુનિયા સામે કેળું ખાધું, હાલ તેમનો આ વિડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે અને લોકો ખુબ જ કોમેન્ટ કરી રહ્યા છે.

ત્યાં જ કલાકાર ડેવિડ દાતુનાનું કહેવું છે કે તેમને આ બાબતનો કોઇ જ પસ્તાવો નથી, તેમણે કહ્યું તે મારી ઇચ્છા સવારથી જ કેળું ખાવાની હતી, પરંતું ભુખ ન હતી, પરંતું થોડા કલાક ભ્રમણ કર્યા બાદ ભૂખ લાગી અને તેમણે કેળું ખાઇ લીધા.

લોકો આ કેળાની સાથે પોતાની સેલ્ફી ખેંચાવી રહ્યા હતાં, દાતુના લોકો વચ્ચે રહીને આ કેળાને જોઇ રહ્યા હતાં, ફરી થોડા સમય બાદ ટેપને દુર કરવામાં આવી અને કેળું ખાઇ લીધા, તેમણે કલાકાર મૌરિઝિયો કૈટેલનની પ્રશંસા કરી અને કહ્યું કે તે તેમનું સન્માન કરે છે.

હવે આ ઘટના બાદ લોકો તેમની ઠેકડી ઉડાવી રહ્યા છે, એક યુઝરે કહ્યું કે તેમની પાસેથી સંપૂર્ણ દંડ વસુલવામાં આવે, એક યુઝરે લખ્યું કે આ ખોટું છે, અને તેમણે એક કલાકાર હોવાથી આવું ન કરવું જોઇએ.

(9:29 am IST)