Gujarati News

Gujarati News

News of Monday, 4th January 2021

લંડનમાં કિંગ્સ કોલેજ હોસ્પિટલમાં તાજેતરમાં કરવામાં આવેલ સર્વે મુજબ કોરોનાની ચિંતામાં લોકો વધુ પડતું દારૂનું સેવન કરી રહ્યા છે

નવી દિલ્હી: કોરોના કાળમાં લોકો ઘરમાં પુરાવા સાથે વધુ દારૂ પીવા લાગ્યાના અહેવાલ પણ બહાર આવ્યા છે. લંડનના કિંગ્સ કોલેજ હોસ્પિટલમાં લીવર યુનિટના તાજેતરના સર્વેક્ષણમાં આ વાત સામે આવી છે. સંશોધનકર્તાઓના જણાવ્યા મુજબ, શરાબ પીવડાવી લીવરની તકલીફવાળા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. અમુક લોકો તો કોરોનાની ચિંતામાં વધુ પીવા લાગ્યા છે. સર્વે અનુસાર આ વર્ષે જૂન 2020માં જૂન 2019ની સરખામણીએ આવા દર્દીઓની સંખ્યામાં 48.5 ટકાનો ઉછાળો આવ્યો છે તેમાંથી ચોથા ભાગના લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પબ્લીક હેલ્થ ઈંગ્લેન્ડના જણાવ્યા મુજબ, લોકડાઉન બાદ ફેબ્રુઆરી અને માર્ચ વચ્ચે વધુ પીવાવાળા લોકોની સંખ્યા ડબલ થઈ છે.

(6:00 pm IST)