Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

તુર્કીનો વાર્ષિક ફુગાવો 19 વર્ષોમાં સૌથી ઝડપી ગતિએ વધીએ 36.08 ટકાએ પહોંચ્યો હોવાની માહિતી

નવી દિલ્હી: તુર્કીનો વાર્ષિક ફુગાવો ૧૯ વર્ષોમાં સૌથી ઝડપી ગતિએ વધીને ડિસેમ્બરમાં ૩૬.૦૮ ટકાએ પહોંચી ગયો છે તેમ સત્તાવાર આંકડાઓમાં જણાવવામાં આવ્યું છે. તુર્કી સ્ટેટિસ્ટીકલ ઇન્સ્ટીટયૂટે  એક નિવેદનમાં જણાવ્યું છે કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સમાં ગયા મહિનાની સરખામણીમાં ડિસેમ્બરમાં ૧૩.૫૮ ટકાની વૃદ્ધિ જોવા મળી છે. ફુગાવો વધવાને કારણે લોકોની ખરીદ શક્તિ ઘટી ગઇ છે. આંકડા પરથી જાણવા મળે છે કે ખાદ્ય કીંમતોમાં વાર્ષિક ધોરણે ૪૩.૮ ટકાની વૃદ્ધિ જોવા મળી છે. તુર્કીમાં સપ્ટેમ્બર, ૨૦૦૨ પછીનો ફુગાવાનો દર સૌથી વધારે છે. દેશમાં ફુગાવો વધી રહ્યો છે જ્યારે બીજી તરફ તુર્કીનું ચલણ લીરા વિક્રમજનક નિમ્ન સ્તરે પહોંચી ગયું છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આવુ એટલા માટે થઇ રહ્યું છે કારણકે તુર્કીના પ્રમુખ અર્દોગનના દબાણમાં આવીને દેશની મધ્યસ્થ બેંકે સપ્ટેમ્બરમાં એક પ્રમુખ વ્યાજ દરમાં પાંચ ટકાનો ઘટાડો કર્યો હતો. નબળા ચલણે આયાત, ઇંધણ અને રોજિંદી વસ્તુઓને વધુ મોંઘી બનાવી દીધી છે અને દેશમાં લગભગ ૮.૪ કરોડ લોકોને ભોજન અને અન્ય વસ્તુઓ ખરીદવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. 

(5:51 pm IST)