Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

દુબઈની અજીબોગરીબ ઘટના:માત્ર અમુક પ્રકારના શબ્દો બોલવા પર બ્રિટિશ મહિલાને જેલમાં જવાની નોબત આવી

નવી દિલ્હી: દુનિયાના નક્શા પર યુએઈ જેવા દેશો પણ છે. અહીં તમારી એક મજાક તમને વર્ષો માટે જેલના સળિયા પાછળ ધકેલી શકે છે. દુબઈમાં એક એવો અજીબોગરીબ મામલો સામે આવ્યો છે કે જેના કારણે બ્રિટિશ મહિલા જેલ ભેગી થઈ. સંયુક્ત આરબ અમીરાત (UAE) માં આમ તો અરબ દેશોની સરખામણીએ લચીલા કાયદા છે પરંતુ અનેકવાર અહીંના કાયદા પણ કડકરૂપ ધારણ કરી શકે છે. અહીં તમને અનેકવાર તમારી મજાક એટલી ભારે પડી શકે છે તમે જેલના સળિયા પાછળ પણ ધકેલાઈ શકો છો. આવું જ કઈંક એક બ્રિટિશ મહિલા સાથે થયું. આ બ્રિટિશસ મહિલાને ફક્તે દેશ છોડતી વખતે એટલા માટે અટકાયતમાં લેવામાં આવી કે તેણે તેની સાથે ફ્લેટ શેર કરતી એક યુક્રેનની યુવતીને 'F*** YOU' કહ્યું હતું અને આ યુવતીએ ફરિયાદ કરી નાખી. ત્યારબાદ આ શબ્દના કારણે હવે બ્રિટિશ યુવતી બે વર્ષ માટે જેલના સળિયા પાછળ ધકેલાઈ ગઈ છે. બ્રિટિશ મહિલા બ્રાઈટોનની ઉંમર 31 વર્ષ છે અને તે ગ્લૂકેસ્ટરશાયર (ઈંગ્લન્ડ) બેસ્ડ કંપનીમાં એચઆર મેનેજર છે. તેની સાથે ફ્લેટમાં એક યુક્રેની યુવતી રહેતી તી. જે બ્રિટિશ મહિલા મુજબ ખુબ જ ચંચળ અને સારી છોકરી હતી. પરંતુ ઓક્ટોબર મહિનામાં તેણે પોતાની આ ફ્લેટમેટ પર ગુસ્સે થઈને વોટ્સએપ પર 'F*** YOU' લખી નાખ્યું હતું. તે પણ એટલા માટે કારણ કે લોકડાઉન દરમિયાન તેની રૂમ મેટે ડાઈનિંગ ટેબલ પર ઓફિસનું કામ કરી લીધુ હતું. પરંતુ તેને ખબર નહતી કે આ બે મિનિટનો ગુસ્સો તેને કેટલો ભારે પડવાનો છે.

(5:25 pm IST)