Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

શાળામાંજી બે અઠવાડિયાની રજા મળે માટે બ્રિટનમાં બાળકોએ કોરોનનો નકલી રિપોર્ટ પોજીટીવ કરી દીધો

નવી દિલ્હી: બાળકો ખૂબ તોફાની હોય છે. અને શાળાએ નહી જવા માટે હમેશા અવનવા બહાના શોધતા ફરતા હોય છે. બાળકોનો આવો જ એક ‘અનોખુ બહાનું’ બ્રિટનમાં સામે આવ્યું છે. અહીંના કેટલાક સ્કૂલનાં બાળકો નારંગીનો રસ લઈને કોરોનાની નકલી પોઝિટિવ રિપોર્ટ તૈયાર કરી રહ્યા છે. હકીકતમાં કોરોના પોઝિટિવ હોય તેવા બાળકોને શાળામાં બે અઠવાડિયાની રજા મળે છે, પરંતુ હવે આ બાળકોની ક્ર્તુતનો પર્દાફાસ થયો છે. અહીંના શિક્ષકોને ખબર પડી ગઈ છે કે કોરોનાના ઝડપી એન્ટિજેન પરીક્ષણ દરમિયાન બાળકો સ્વેબ્સના બદલે નારંગીનો રસ વાપરી રહ્યા છે.

જ્યારે કોરોનાના આવા બનાવટી અહેવાલ વિશે જાણ થઈ ત્યારે બ્રિટિશ અખબાર ધ ગાર્ડિયન દ્વારા તેની લેબમાં તપાસ કરવામાં આવી હતી. અને જાણવા મળ્યું હતું કે નારંગીના રસમાં કોઈ વાયરસ નથી, પરંતુ તે રસમાં હાજર એસિડીક પદાર્થને કારણે કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતો હતો. આ સાથે, એવું પણ જાણવા મળ્યું કે નારંગીનો રસ જ નહીં, પરંતુ અન્ય પીણાં, કેચઅપ અને કોકા કોલાના ઉપયોગથી પણ ઝડપી એન્ટિજેન પરીક્ષણમાં સકારાત્મક પરિણામ જોવા મળી રહ્યા છે.

(6:29 pm IST)