Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

જાપાનમાં ભુસખ્લનના કારણોસર 3ના મોત:100 વધુ લોકો લાપતા

નીવ દિલ્હી: જાપાનમાં ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ ભુસ્ખલન અને પુર આવવાથી અટામી શહેરમાં ત્રણ લોકોનાં મોત થયા છે અને 100 થી વધુ લોકો લાપતા બન્યા છે. આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ મધ્ય જાપાની શહેર અટામીમાં ભારે વરસાદ બાદ ભુસ્ખલનનો ખતરો ઘણો વધી ગયો છે. અટામી શહેરથી લગભગ 90 કી.મી. દુર દક્ષિણ પશ્ર્ચિમ ટોકયોમાં પ્રશાસને એક વ્યકિતની મોત અને 113 લોકો લાપતા હોવાની પુષ્ટી કરી છે. પ્રવકતા હિરોકી ઓનુમાએ જણાવ્યું હતું કે શનિવારે ભારે વરસાદ અને પુ પુરના કારણે ભુસ્ખલનની હાલત થઈ છે. વરસાદનાં કારણે આવેલા પુરમાં ઘણા મકાનો દબાઈ ગયા છે. ભુસ્ખલનના કારણે એક મહિલાનું મોત થયુ હતું. આ મહિનામાં જ જાપાનમાં ઓલિમ્પિક રમતોત્સવ રમાવાનો છે ત્યારે ભારે વરસાદનાં કારણે ભુસ્ખલનની ઘટનાથી ચિંતા વધી છે.

 

(6:34 pm IST)