Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

બોડી મોડિફિકેશનના ઘેલા આ ભાઈએ તો હાથીની જેમ દંતશૂળ બહાર કઢાવ્યા છે!

બ્રાઝિલના ૪૪ વર્ષના મિશેલ ફેરો દો પ્રાડોએ 'માનવ શેતાન'દેખાવને વધારવા માટે તેના નાકનો એક ભાગ શસ્ત્રક્રિયાથી દૂર કર્યો હતો

લંડન, તા.૫: 'શારીરિક ફેરફાર કરવાના ઉત્સાહીઓ એની પાછળ લાખો-કરોડો રૂપિયાનો ખર્ચ કરી નાખે છે. બોડી ઓલ્ટરેશન સાથે જોડાયેલાં જોખમો છતાં લોકો એનો મોહ છોડી નથી શકતા. પરિણામે ઘણી વાર આ ફેરફારોને કારણે તેમના શરીરમાં ભારે મોટા ફેરફાર થઈ જાય છે, જે સારા દેખાવાને બદલે આદ્યાતજનક પરિણામ લાવે છે. આ વર્ષની શરૂઆતમાં બ્રાઝિલના ૪૪ વર્ષના મિશેલ ફેરો દો પ્રાડોએ 'માનવ શેતાન' દેખાવને વધારવા માટે તેના નાકનો એક ભાગ શસ્ત્રક્રિયાથી દૂર કર્યો હતો. અનેક હેડ ઇમ્પ્લાન્ટ્સ, કસ્ટમાઇઝડ દાંત અને ડઝનેક છૂંદણાં કરાવવાનું ઠીક છે પણ આ ભાઈએ કરાવેલા બદલાવો જબરા બિહામણા છે.

ઓર્ક નામે જાણીતા આ ભાઈએ શરીરમાં પ્રાણી અથવા જાનવર જેવા ફેરફાર કરીને વિશ્વને આશ્ચર્યમાં મૂકયું છે.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં બોડી મોડિફિકેશન તરફ વળેલા ઓર્કના શરીર પર અત્યાર સુધીમાં ૩૫ ફેરફારો થયા છે. ભવિષ્યમાં હજી વધુ ફેરફાર કરવાની યોજના ધરાવે છે. નવી ટસ્ક ઉપરાંત ત્વચાની નીચે પહેલેથી જ કરાવેલાં વેધન છૂંદણાંવાળી આંખની કીકી અને વિભાજિત જીભ મુખ્ય છે. દક્ષિણ અમેરિકામાં રહેતા ઓર્કભાઈનું ૮૦ ટકા શરીર છૂંદણાંથી કવર થયેલું છે, પણ તેમણે પોતાના લુકમાં જે જંગલી પ્રાણી જેવા દેખાઈ શકાય એવા દંતશૂળ ઉમેર્યા છે એ ચોંકાવનારા છે. તેના શરીરમાં કુલ ૩૫ બદલાવો કર્યા છે. તેણે આંખના ડોળામાં રંગ ભરવાનું કામ કરવા ઉપરાંત જીભને વચ્ચેથી કાપીને બે ભાગમાં કરી છે. હજી તેમને અળવતીરાં કહેવાય એવાં પરિવર્તનો પોતાના શરીરમાં લાવવાં છે.

(11:23 am IST)