Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

આઈના કભી જૂઠ નહીં બોલતા

સામાન્ય દેખાતો અરીસો ૧૩ હજાર અમેરિકન ડોલરનો નીકળ્યો

બ્રિટનમાં રહેતા એક પરિવારના ઘરના બાથરૂમમાં વીસ ઇંચ બાય ૧૬ ઇંચનો એક અરીસો મૂકેલો હતો. છેલ્લાં ચાલીસ વર્ષથી આ ઘરના માલિકે આ અરીસો એમ જ બાથરૂમમાં ટીંગાયેલો રાખ્યો હતો. એ વખતે તેને ખબર પણ નહોતી કે તે જે અરીસામાં રોજ પોતાનું મોં જુએ છે એ કોઈ ખાસ છે અને એની કિંમત કયારેક લાખોમાં થશે. એ તો જયારે એને વેચવા કાઢ્યો ત્યારે તેની ખરી કિંમત થઈ.

આ કોઈ રોયલ ખાનદાનનો પીસ હોવાનું અનુમાન લાગતાં આ મિરરને ઇસ્ટ બ્રિસ્ટોલ ઓકશન હાઉસે વધુ તપાસ માટે મોકલ્યો હતો. એની કિનારી પર લાગેલા ખાસ પાંદડા અને ડેકોરેશન પરથી ખબર પડી હતી કે એ ફ્રાન્સની છેલ્લી રાણી મારી ઓન્ટોઇનેટનો હતો. નિષ્ણાતોના અંદાજ મુજબ આ મિરર ઓકશનમાં ૧૩ હજાર અમેરિકન ડોલર એટલે કે લગભગ ૯૭ લાખ રૂપિયા રળી લાવી શકે એમ છે.

(2:47 pm IST)