Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

ડેન્માર્કમાં નવા કોરોના વાયરસના કેસ રોકવા માટે એક જંગલી પ્રાણીની રૂંવાટી કાઢવામાં આવશે

નવી દિલ્હી: વિશ્વનું સૌથી મોટું મિંક ફર (એક જંગલી પ્રાણીની રૂંવાટી) ઉત્પાદક ડેન્માર્ક નોવેલ કોરોના વાયરસના સ્વરૂપને નાથવા દેશમાં તેમની કતલ કરશે.વડાપ્રધાન મેટ્ટી ફ્રેડરિકસને જણાવ્યું હતું કે ભારે હૃદયે નિર્ણય લેવામાં આવ્યો છે, પણ આરોગ્ય સતાવાળાઓની ભલામણના આધારે કતલ જરૂરી છે. વાયરસ મિંકમાં ફેલાયો છે, અને ફેરફાર-પરિર્તન પામેલો વાયરસ માનવમાં ફેલાયો છે.ચેપી રોગ સંબંધી કોપનહેગનની ડેનિશ ઓથોરીટી સ્ટેટન્સ સીરમ ઈન્સ્ટીટયુટે મિંક ફાર્મમાં વાયરસના પાંચ અને માણસમાં 12 કિસ્સાઓ શોધી કાઢયા હતા અને એન્ટીબોન્ડી સામે સેન્સીનિટી ઘટી ગયાનું માલુમ પડયું હતું. વાયરસને ફેલાવા દેવામાં આવે તો ભવિષ્યની રસીની અસરકારકતાને સંભવિત અસર થવાનું જોખમ હતું.

       ફ્રેડરીસ્કને જણાવ્યું હતું કે અમારી વસતી તરફ મોટી જવાબદારી છે, પરંતુ મ્યુટેશન જોવા મળતાં બાકીના વિશ્વ માટે પણ અમારી જવાબદારી છે.ડેનમાર્કમાં અંદાજે 1.5 કરોડથી 1.7 કરોડ મિન્ક છે.ચેપી પ્રાણીઓની જૂનમાં કતલ કરવા વારંવાર પ્રયાસો કરાયા છતાં દેશના મિન્ક ફાર્મમાં કોરોના વાયરસ વ્યાપ્ત છે. ઓકટોબરમાં પાંચ માઈલની ત્રિજિયામાં 10 લાખ ક્ધફર્મ્ડ અથવા સંદિગ્ધ ક્ધફેકશનવાળા મિન્કની કતલ કરાઈ હતી. નેધરલેન્ડસ અને સ્પેનમાં પણ ઈન્ફેકશન જણાયા બાદ મિન્કની કતલ કરાઈ હતી.વડાપ્રધાને જણાવ્યું હતું કે પરિવર્તિત વાયરસનો ફેલાવો અટકાવવા ડેન્માર્કના કેટલાક વિસ્તારોમાં નવા પ્રતિબંધો લદાશે.

(5:07 pm IST)