Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

સાતમી નવેમ્બરે ઈસરો એક સાથે દસ ઉપગ્રહ લોંચ કરશે

નવી દિલ્હી: સાતમી નવેમ્બરે ઈસરો (ISRO) દ્વારા એક સાથે દસ ઉપગ્રહો લોન્ચ કરવામાં આવશે. ઉપગ્રહોમાં ભારતનો એક ઉપગ્રહ અમેરિકાના ચાર ઉપગ્રહ તેમજ બીજા અન્ય દેશોના છે. 7 નવેમ્બરે બપોરે 3 કલાકે ઈસરોનું પીએસએલવી રોકેટ ઉપગ્રહો લઈને રવાના થશે.

       ઉપગ્રહોમાં ભારતનો ઉપગ્રહ 'ઈઓએસ-01' નામનો છે, જેનું કામ અર્થ ઓબ્ઝર્વેશનનું છે. ઉપરાંત તેનો ઉપયોગ કૃષિ, વનવિસ્તાર અને આફતના અવલોકનો માટે પણ થશે. ભારત અને અમેરિકા ઉપરાંત એક ઉપગ્રહ લિથુઆનિયાનો, જ્યારે ચાર ઉપગ્રહ લક્ઝમબર્ગના છે.

(5:09 pm IST)