Gujarati News

Gujarati News

News of Friday, 6th May 2022

ઉત્તર કોરિયામાં ફરીથી આ કડક પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો

નવી દિલ્હી: ઉત્તર કોરિયામાં કિમ જોંગની સરમુખત્યાર શાહી ચાલી રહી છે. આ દેશમાં કિમ જોંગે લીધેલા નિર્ણયને સર્વોપરી માનવામાં આવે છે. જો કોઇ નાગરિક આ નિયમોનું ઉલ્લંઘન કરે છે, તો તેને આકરી સજાથી માંડી મૃત્યુ દંડ પણ આપવામાં આવે છે. ઉત્તર કોરિયાએ પહેલા જીન્સ પર જ પ્રતિબંધ મુક્યો હતો. આ સિવાય પણ ઘણા પ્રકારના ફેશન ટ્રેન્ડ છે, જેના પર પ્રતિબંધ છે. દેશમાં કોઈ પણ વ્યક્તિ પોતાના વાળ રંગી શકતો નથી. ઉપરાંત, એવા શર્ટ જે પશ્ચિમી બ્રાન્ડના છે તેને પહેરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કિમ જોંગે દેશમાં લેધર જેકેટ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. જો કે તે પોતે પણ આવા જેકેટ પહેરી શકે છે. પરંતુ અન્યને પહેરવા બદલ તેને સજા કરવાની જોગવાઈ છે. કિમ જોંગની નજરમાં કોઈપણ ભૂલ માટે માફી નથી. આ માટે કડક સજા આપવામાં આવે છે. હેર કટથી લઈ ઇન્ટરનેટના ઉપયોગ પર ઘણા નિયંત્રણો છે. હવે આ સરમુખત્યાર દેશમાં વધુ એક નવો નિયમ બનાવ્યો છે. ઉત્તર કોરિયામાં જીન્સ પહેરવા પર પહેલેથી જ પ્રતિબંધ છે. હવે સરમુખત્યાર કિમજોંગે દેશમાં ટાઈટ પેન્ટ પહેરવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. સરમુખત્યાર અનુસાર, આ અશ્લીલ ફેશન દેશના યુવાનોને ગેરમાર્ગે દોરી શકે છે. આ કારણથી દેશમાં જો કોઈ ટાઈટ પેન્ટમાં જોવા મળશે તો તેને તરત જ સજા કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, અમેરિકા સાથે ખરાબ સંબંધોના કારણે અહીં જીન્સ પર પહેલાથી જ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. પરંતુ દેશના યુવાનો સ્કિની જીન્સને બદલે ટાઈટ પેન્ટ પહેરતા હતા. આવી સ્થિતિમાં, સરમુખત્યારે તેના પર પણ પ્રતિબંધ મૂક્યો છે.

 

(6:26 pm IST)