Gujarati News

Gujarati News

News of Friday, 6th May 2022

બેંગ્લોરની આ કંપનીએ લીધો મહત્વનો નિર્ણય:કર્મચારીઓને ઓફિસમાં અડધો કલાક ઊંઘવાની છૂટ આપી

નવી દિલ્હી: ઓફિસમાં કામ થાકી જતા કર્મચારીઓ એક બે ઝપકી પણ લઇ લેતા હોય છે. આ તેમનુ સપનુ હોય છે, કે કાશ ઓફિસમાં ઊંઘવા મળી જાય. મોટી મોટી કંપનીઓ પોતાના કર્મચારીઓને આવી સુવિધા પણ આપતી હોય છે. એક કંપનીએ પોતાના કર્મચારીઓનું આ સપનુ પુર્ણ કર્યું છે. બેંગલોરની કંપની વેકફિટે પોતાના કર્મચારીઓ માટે વિચાર્યું છે. આ કંપનીના સહ-સ્થાપક ચૈતન્ય રામલિંગેગૌડા (Chaitanya Ramalingegowda) છે, જેમણે પોતાના કર્મચારીઓને એક મેલ દ્વારા આ જાહેરાત કરી હતી. મેલ પ્રમાણે કંપનીના તમામ કર્મચારીઓને હવે કામ દરમિયાન 30 મિનિટ સુધી સુવા માટે મંજૂરી આપવામાં આવશેઆ સિવાય તેમણે મેઇલમાં લખ્યુ છે કે, “  નાસાની એક સ્ટડી પ્રમાણે જાણવા મળે છે કે, 26 મિનિટની ઊંઘ લેવાથી પરફોર્મન્સમાં 33% વધારો થઈ શકે છે. જ્યારે હાર્વર્ડ અભ્યાસ દર્શાવે છે કે, કેવી રીતે ઊંઘ તમને કામના તણાવથી બચાવે છે. બપોરે સુવાથી વ્યક્તિની કામગીરી અને ઉત્પાદકતા અને ક્રિએટિવીટીમાં સુધારો થાય છે. કંપનીએ આ પગલાને સુવાનો (Right to Nap) અધિકાર ગણાવ્યો છે.

 

(6:29 pm IST)