Gujarati News

Gujarati News

News of Friday, 6th May 2022

સમુદ્રની અંદર મોજુદ છે 13 લાખ ટન ખાંડનો ભંડારો

નવી દિલ્હી: સમુદ્રની અંદર પણ ખાંડનો મોટો ભંડાર મોજૂદ છે. સમુદ્રી ઘાસના રૂપમાં મોજૂદ આ સ્રોતમાં સુક્રોઝ જ હોય છે. સાગરના તળિયે મોજૂદ સમુદ્રી ઘાસમાં 13 લાખ ટન ખાંડનો ભંડાર છે. તેની મીઠાશ 32 અબજ કોલ્ડ ડ્રિંક્સની મીઠાશ બરાબર છે. હાલમાં જ જર્મનીની મેક્સ પ્લેન્ક ઈન્સ્ટિટ્યૂટ ફોર મરિન માઈક્રોબાયોલોજીમાં થયેલા એક સંશોધનમાં આ વાત સામે આવી છે. સમુદ્રી જીવવિજ્ઞાની નિકોલ ડુબિલિયરનું કહેવું છે કે, સમુદ્ર ઘાસ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ખાંડનું ઉત્પાદન કરે છે. સંશોધકોએ પાણીની નીચે સમુદ્રી ઘાસના મેદાનમાં માસ સ્પેક્ટ્રોમેટ્રી ટેક્નિકથી પોતાની પરિકલ્પનાનું પરીક્ષણ કર્યું હતું. તેમાં માલુમ પડ્યું છે કે, સરેરાશ પ્રકાશમાં આ સમુદ્રી ઘાસ પોતાના મેટાબોલિઝમ માટે સુક્રોઝનો ઉપયોગ કરે છે, પરંતુ ઉચ્ચ પ્રકાશ જેવા બપોર કે ગરમીઓમાં છોડ વધુ ખાંડનું ઉત્પાદન કરે છે. બાદમાં તે વધારાના સુક્રોઝને પોતાના રાઈઝોસ્ફિયરમાં છોડી દે છે. આશ્ચર્યની વાત એ છે કે આ વધારાની ખાંડની આસપાસના વાતાવરણને સૂક્ષ્મજીવો દ્વારા અવશોષિત નથી કરી શકાતા. તેને રોકવા માટે સમુદ્રી ઘાસ ફેનોલિક યૌગિકોને એ જ બાજુ મોકલે છે, જેવું બીજા અન્ય છોડ કરે છે. આ પ્રકારના કેમિકલ કમ્પાઉન્ડ રેડ વાઈન, કોફી અને ફળોની સાથે સાથે પ્રકૃતિનાં અન્ય સ્થળોમાં મળે છે. તે બીમારીઓ કરતા જીવાણુઓના વિરોધી હોય છે અને મોટા ભાગના સૂક્ષ્મજીવોના મેટાબોલિઝમને રોકે છે કે ધીમું કરે છે.

 

(6:30 pm IST)