Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

વૈજ્ઞાનિકોને મળ્યા આકાશગંગામાંથી શક્તિશાળી રેડિયોવેવ્ઝ

નવી દિલ્હી: આપણી આકાશગંગામાંથી પૃથ્વી પર બહુ શક્તિશાળી રેડિયોવેવ્ઝ આવ્યાની ભાળ વિજ્ઞાનીઓને મળી છે. આ રેડિયો વેવ્ઝ ફાસ્ટ રેડિયો બર્સ્ટ્સ (FRBs) તરીકે ઓળખાય છે. તે મિલિસેકન્ડ કરતાં પણ ઓછા સમય માટે ટકે છે. આ રેડિયો બસ્ટર્સ સૂર્ય કરતાં પણ ૧૦ કરોડ ગણા પાવરફુલ હોઇ શકે છે. પરંતુ, સેકડન્ક કરતાં પણ ઓછા સમય માટે તે ટકતાં હોવાથી તેનાં ઉદ્‌ગમ સ્થાનની માહિતી શોધી શકાતી નથી.

      અત્યાર સુધી આપણી આકાશગંગાની બહાર આવા હવે ખગોળશાસ્ત્રીઓ આપણી આકાશગંગામાં પહેલી વખત આવા FRBsની ભાળ મેળવી શક્યા છે. આ વખતે FRBsની સૌથી નજીક હોવાને કારણે વૈજ્ઞાનિકોમાં તેના ઉદ્‌ગમનું રહસ્ય જાણવાની આશા વધી છે. આવા બર્સ્ટસ ઘણા ટૂંકા, અણધાર્યા અને ઘણા દૂરના અંતરે હોવાથી વૈજ્ઞાનિકો તેના ઉદ્‌ગમને શોધી શક્યા નથી. એ વાત સ્પષ્ટ છે કે, FRBs બ્રહ્માંડમાં શક્ય હોય તેવી વિષમ પરિસ્થિતિમાં આકાર લેતા હશે.

(6:00 pm IST)