Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

ઓસ્ટ્રેલિયાની આ દસ વર્ષની છોકરીએ રમકડાના વ્યવસાયમાંથી કરી આટલી બધી કમાણી

નવી દિલ્હી: 10 વર્ષની છોકરી તેના રમકડાના વ્યવસાયમાંથી એટલી કમાણી કરે છે કે તે 15 વર્ષની ઉંમરે પણ આરામથી નિવૃત્તિ લઈ શકે છે. પિક્સી કર્ટિસ નામની આ છોકરીને તેનો બિઝનેસ શરૂ કરવામાં તેની માતા રોક્સીએ ઘણી મદદ કરી છે. આશ્ચર્યની વાત એ છે કે પિક્સીએ છેલ્લા એક મહિનામાં જ એક કરોડ 4 લાખ રૂપિયાથી વધુની કમાણી કરી છે.

એક ખાનગી ચેનલમાં પ્રકાશિત થયેલા સમાચાર મુજબ ઓસ્ટ્રેલિયાની રહેવાસી પિક્સી તેની માતા સાથે ફિજેટ્સ અને રંગબેરંગી પોપિંગ રમકડા બનાવે છે. આ રમકડાંની માંગ ખુબ જ વધારે છે. આ ઉપરાંત પિક્સીના નામ પર એક હેર એસેસરી બ્રાન્ડ પણ છે જે તેની માતા રોક્સીએ પોતે બનાવી છે. તેમાં ખૂબ જ સ્ટાઇલિશ અને સુંદર હેડબેન્ડ્સ, ક્લિપ્સ અને અન્ય એસેસરીઝ શામેલ છે.

(5:45 pm IST)