Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

ઈરાનમાં હિજાબ પ્રદર્શન માટે 500થી વધુ લોકોને મૃત્યુદંડની સજા આપવામાં આવી

નવી દિલ્હી: મહસા અમીનીના મોતના વિરોધમાં ઈરાનમાં ચાલી રહેલા વિરોધ વચ્ચે એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. અહેવાલ અનુસાર, ઈરાનમાં આ વર્ષે 500થી વધુ લોકોને મોતની સજા સંભળાવવામાં આવી છે. વર્ષ 2022નો આંકડો છેલ્લા 5 વર્ષમાં સૌથી વધુ છે. ઈરાનની સરકારે લોકોને અલગ-અલગ ગુના માટે આ સજા આપી છે. તે જ સમયે અહેવાલ અનુસાર, આ સિવાય પણ ઘણા એવા કેસ છે જેની પુષ્ટિ થઈ રહી છે. જો તે કેસોને પણ આ આંકડામાં સામેલ કરવામાં આવે તો લોકોની સંખ્યા વધુ હોઈ શકે છે. નોર્વે સ્થિત જૂથ ઈરાન હ્યુમન રાઈટ્સ (IHR)એ આ આંકડા જાહેર કર્યા છે. તે વર્ષ 2022માં ઈરાનમાં ઓછામાં ઓછા 504 લોકોને મોતની સજા સંભળાવવામાં આવી છે. તેમાંથી 4 લોકો એવા છે જેમને ગયા રવિવારે જ આ સજા આપવામાં આવી છે. ચારેય લોકો પર ઈઝરાયેલ ઈન્ટેલિજન્સ સાથે કામ કરવાનો આરોપ હતો. IHRના ડાયરેક્ટર મહમૂદ અમીરે મોગદ્દમે જણાવ્યું હતું કે, આ તમામ લોકોને કોઈપણ કાયદાકીય પ્રક્રિયા વિના મોતની સજા આપવામાં આવી છે. તેમજ આ લોકોને તેમનો કેસ રજૂ કરવાની તક પણ આપવામાં આવી ન હતી. મહમૂદે વધુમાં કહ્યું હતું કે, આ લોકોને મોતની સજા આપીને ઈરાનની સરકારે લોકોમાં ભયનું વાતાવરણ ઉભું કરવાનો અને વિરોધ પ્રદર્શનમાં સામેલ લોકોનું ધ્યાન હટાવવાનો પ્રયાસ કર્યો છે.

(5:24 pm IST)