Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

ગર્ભવતી મહિલાને રસી લેવાની બાબતે અમેરિકાની યેલ યુનિવર્સીટીએ કર્યું સંશોધન

નવી દિલ્હી  : ગર્ભવતી મહિલાઓએ રસી લેવી કે ન લેવી.. એ અંગે મતમતાંતરો છે. ગર્ભમાં રહેલા બાળક પર કોઈ વિપરિત અસર થાય તો.. એવી શંકા થાય એ સ્વાભાવિક છે. અમેરિકાની યેલ યુનિવર્સિટીના સંશોધકોએ આ અંગે તપાસ કર્યા પછી જે રિપોર્ટ આપ્યો એ આપણી ચિંતા ઓછી કરે એવો છે. સંશોધકોનું કહેવું છે કે ગર્ભવતી મહિલા રસી લે તો બાળકનો વહેલો જન્મ થવો, બાળકનું વજન ઓછું હોય કે બાળકને અન્ય કોઈ ખામી જોવા મળે એવુ બનતું નથી. આ અભ્યાસ અમેરિકામાં 40 હજારથી વધારે ગર્ભવતી મહિલાઓ પર હાથ ધરાયો હતો. એ પછી સંશોધનના પરિણામો અમેરિકાના સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) ના રિપોર્ટમાં પ્રગટ થયા હતા. સીડીસી અમેરિકાની અતિ મહત્વની આરોગ્ય સંસ્થા છે અને તેના દ્વારા રજૂ થતી કોઈ પણ ભલામણ કે સલાહ આખા જગતમાં ગંભીરતાથી લેવાય છે. અલબત્ત, તો પણ રસી લેવી કે નહીં એ ગર્ભવતી મહિલાએ ડોક્ટર સાથેની ચર્ચા પછી જ નક્કી કરવું જોઈએ. પરંતુ હાલ તો રસીની ગર્ભવતી કોઈ વિપરિત અસર જણાઈ નથી.

 

(6:27 pm IST)