Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

ઓમીક્રોન વાયરસને લઈને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને આપી ચેતવણી

નવી દિલ્હી  : સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટના કેસ ઝડપથી વધી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ કોવિડ-19ના ઓમિક્રોન વેરિયન્ટ વિશે ચેતવણી આપી છે. WHOએ ગુરુવારે કહ્યું કે, ઓમિક્રોન વિશ્વભરમાં લોકોની જાન લઇ રહ્યું છે અને તેને હળવાશથી ન લેવું જોઈએ. ડબ્લ્યુએચઓના ડાયરેક્ટર ટેડ્રોસ એડહાનોમ ગેબ્રેયેસસે જણાવ્યું હતું કે, રેકોર્ડ સંખ્યામાં લોકો નવા વેરિયન્ટના શિકાર બની રહ્યા છે. ટેડ્રોસે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ઓમિક્રોન ડેલ્ટા કરતાં ઓછું ગંભીર જણાય છે, ખાસ કરીને જે લોકોને રસી આપવામાં આવી છે. જો કે, આનો અર્થ એ નથી કે તેને હળવા વેરિયન્ટ તરીકે વર્ગીકૃત કરવામાં આવે. તેમણે સ્પષ્ટતા કરી કે, અગાઉના વેરિઅન્ટ્સની જેમ ઓમિક્રોન લોકોને હોસ્પિટલે લઈ જઈ રહ્યું છે અને તે લોકોને મારી રહ્યું છે. હકીકતમાં કેસોની સુનામી એટલી મોટી અને ઝડપી છે કે તે વિશ્વભરની આરોગ્ય વ્યવસ્થાઓ પર ભારે પડી રહી છે.

 

(6:27 pm IST)