Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

આફ્રિકામાં ઝડપથી પગ પસારનાર ચીનને લાગ્યો મોટો ઝટકો

નવી દિલ્હી: આફ્રિકન દેશ નાઈજીરિયાના ઉત્તર મધ્ય વિસ્તારમાં કામ કરતા ત્રણ ચીની નાગરિકોનું બંદૂકધારીઓએ અપહરણ કરી લીધું છે. આફ્રિકાના આ સૌથી વધુ વસ્તી ધરાવતા દેશમાં હિંસાની આ તાજેતરની ઘટના છે. ચીન આફ્રિકામાં તેના બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટને ઝડપથી વિસ્તારી રહ્યું છે અને તેના હજારો નાગરિકો અને સૈનિકો હાલમાં આફ્રિકન દેશોમાં હાજર છે.

નાઈજીરિયાની પોલીસે અપહરણની માહિતી આપી છે. બંદૂકધારીઓએ મંગળવારે નાઇજર રાજ્યમાં નિર્માણાધીન હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટમાં ચીનના નાગરિકો સાથે કામ કરી રહેલા બે નાઇજિરિયન નાગરિકોની હત્યા કરી દીધી. પોલીસ પ્રવક્તાએ બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કર્મચારીઓ ગુસ્સાસે ગામમાં પ્લાન્ટમાં ટ્રાન્સમિશન લાઇન નાખવાનું કામ કરી અર્હ્યા હતા, ત્યારે બંદૂકધારીઓ આવ્યા અને ગોળીબાર શરૂ કરી દીધો.

(6:28 pm IST)