Gujarati News

Gujarati News

News of Tuesday, 7th March 2023

જાપાનમા સતત ઘટી રહેલ જન્મદર બન્યું ચિંતાનો વિષય

નવી દિલ્હી: જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાના સલાહકારોએ દેશમાં ઝડપથી ઘટી રહેલા જન્મદર અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું છે કે જો આ જ રીતે જન્મદર ઘટવાનું ચાલુ રહેશે તો જાપાનનું અસ્તિત્વ જ મટી જશે. તેમણે જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં દેશની સામે સમાજિક સુરક્ષા અને અર્થતંત્રની સામે ગંભીર ખતરો પેદા થઇ શકે છે. કિશિદાના સલાહકાર મસાકા મોરીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આવું જ ચાલુ રહેશે તો એક દિવસ દેશ અદ્રશ્ય થઇ જશે. તેમણે ૨૮ ફેબુ્રઆરીએ જણાવ્યું હતું કે દેશમાં જન્મદર ગયા વર્ષની સરખામણીમાં ખૂબ જ ઓછો રહ્યો છે. ઉલ્લેખનીય છે કે જાપાનમાં જન્મદર સતત ઘટી રહ્યો છે. મસાકા મોરીએ જણાવ્યું હતું કે જે રીતે વસ્તીમાં ઘટાડો થઇ રહ્યો છે જે ચિંતાનો વિષય છે. આ માટે લોકોએ જાતે જ જાગૃત થવું પડશે. તેમણે જણાવ્યું હતું કે ગયા વર્ષે  જેટલા લોકોએ જન્મ લીધો તેના કરતા બમણા લોકોનાં મોત થયા હતાં. ગયા વર્ષે જાપાનમાં ૮ લાખ બાળકોએ જન્મ લીધોે અને તેની સામે ૧૫ લાખ ૮૦ હજાર લોકોનાં મોત થયા હતાં.

(6:11 pm IST)