Gujarati News

Gujarati News

News of Tuesday, 7th March 2023

ફિલિપીન્સમાં 6ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: દક્ષિણી ફિલિપિન્સમાં ભૂકંપના તેજ આંકા અનુભવાયા હતા. US જિયોલોજિકલ સર્વે મુજબ રિક્ટર સ્કેલ પર એની તીવ્રતા છની માપવામાં આવી હતી. આ ભૂકંપ પછી અધિકારીઓએ આફ્ટરશોક્સને લઈને ચેતવણી જારી કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ સ્થાનિક સમય અનુસાર બે કલાકે આવેલા આ ભૂકંપનું કેન્દ્ર મિંડાનાઓ દ્વીપ પર દાવાઓ ડી ઓરોના પહાડી પ્રાંતમાં મારગુસન નગરપાલિકાથી કેટલાક કિલોમીટરના અંતરે હતું.

આ પહેલાં 16 ફેબ્રુઆરીએ મસબાતે ક્ષેત્રમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જોકે એમાં કોઈ નુકસાનની પુષ્ટિ નહોતી થઈ. મંગળવારે આવેલા ભૂકંપમાં હજી સુધી કોઈ નુકસાનની પુષ્ટિ નહોતી થી. જોકે ગ્રામીણ વિસ્તારોમાં પણ તપાસ કરવામાં આવી રહી છે. લોકોએ ભૂકંપના તેજ આંચકા અનુભવાયા હતા. ફિલિપિન્સ પેસિફિકમાં મોજૂદ રિંગ ઓફ ફાયર પર સ્થિત છે. એ જગ્યા ભૂકંપના હિસાબે ઘણી સંવેદનશીલ માનવામાં આવે છે.

 

(6:12 pm IST)