Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

ફિલિપીન્સની એક મહિલાને બહારથી જમવાનું મંગાવવામાં થયો અનોખો અનુભવ:ફ્રાઈડ ચિકન મંગાવતા આવ્યો ફ્રાઈડ રૂમાલ

નવી દિલ્હી: બહારનું ખાવાનું મંગાવવું એ હવે ખૂબ સામાન્ય અને આપણાં બધાની લાઈફસ્ટાઈલનો જરૂરી હિસ્સો બની ગયું છે. આજકાલ ફોનમાં ઘણી એવી એપ્સ અને વેબસાઇટ ઉપસ્થિત છે, જેની મદદથી ડિસ્કાઉન્ટ પર સરળતાથી ખાવાનું ઓર્ડર કરી શકાય છે. ફિલિપિન્સની એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેના ઓર્ડરમાં એક ભયાનક ચૂક થઈ ગઈ. જો તમે મોટા ભાગે બહારનું ખાવાનું ઓર્ડર કરો છો તો આ અજીબોગરીબ સમાચાર તમારા માટે છે. એવું કોઈ પણ સાથે થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે ફિલિપિન્સમાં રહેતી Alique perez નામની મહિલાએ પોતાના પુત્ર માટે ફ્રાઈડ ચિકન ઓર્ડર કર્યું હતું. ખાવાનું ડિલિવર થાય બાદ મહિલાએ પોતાના પુત્રને ખવડાવવા માટે ચિકનનો ટુકડો તોડવા માંગ્યો તો તે ખૂબ હાર્ડ લાગ્યો. આ મહિલાએ હાથથી પોતે જ ખોલીને જોવાનો પ્રયત્ન કર્યો તો એ ચિકનનું રહસ્ય ખૂલ્યું. ખાવાનું ઓર્ડર કરનારી મહિલા એ સમયે હેરાન રહી ગઈ, જ્યારે તેને ખબર મળી કે પેકેટમાં હકીકતમાં ચિકનની જગ્યાએ રૂમાલ ફ્રાઈ કરીને મોકલી આપવામાં આવ્યો છે.

(6:05 pm IST)