Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

કઝાકિસ્તાનમાં ઠંડીના કારણોસર અજીબ પ્રકારનો નજારો જોવા મળ્યો

નવી દિલ્હી: કઝાકિસ્તાનમાં ઠંડીના કારણે અજીબ નજરો જોવા મળી રહ્યો છે. કઝાકિસ્તાનમાં અત્યારે માઈનસ 51 ડીગ્રી ઠંડી છે અને ઠંડીના કારણે માણસોની સાથે સાથે પ્રાણીઓ પણ પરેશાનીનો સામનો કરી રહ્યા છે. આવી કાતિલ ઠંડીનો સામનો કરી રહેલા વન્યજીવો બરફમાં થીજી ચૂક્યા છે અને મૃત્યુને ભેટી રહ્યા છે.

           ભારતીય વન સેવા અધિકારીએ પ્રવીણ અંગૂસામીએ વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો અને થોડી વારમાં વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયો હતો. વીડિયોના દ્રશ્યો જોઇને લોકો અચરજ અનુભવે છે અને પ્રાણી માટે સંવેદના દર્શાવી રહ્યા છે. વિડીયોમાં ત્રણ મૃત પ્રાણીઓ બતાવવામાં આવ્યા છે જે ભારે હિમ વર્ષા અને ઠંડીના કારણે તેમનો જીવ ગુમાવી ચૂક્યા છે. ગ્લોબલ વોર્મિંગમાં વધારો થતાં પૃથ્વીનું વાતાવરણ જીવસૃષ્ટિ માટે ભવિષ્યમાં વિનાશ નોતરી શકે છે.

(5:18 pm IST)