Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

55 મિલિયન વર્ષથી પૂર્થવી પર અસ્તિત્વ ધરાવતા સફેદ ગેંડાની પ્રજાતિ નાશ પામવાના આરે

નવી દિલ્હી: ૫૫ મિલિયન વર્ષથી પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતી ઉતરીય સફેદ ગેંડા (નોર્ધન વ્હાઇટ રાઇનો) ની પ્રજાતિનો નાશ થવામાં છે. સદીઓથી હિમયૂગ, ભૂકંપ, ઉલ્કાપાત અને પૃથ્વી ગ્રહ પર થયેલા વિવિધ પરીવર્તનો સામે ટકી ગયેલો સફેદ ગેંડો માણસથી બચી શકયો નથી.૧૯ માર્ચ ૨૦૧૮માં કેન્યાના ઓલ પેજેતા ઝુમાં દુનિયાના સુડાન નામના એક માત્ર સફેદ નર ગેંડાનું મુત્યુ થયું થયા પછી નાજીન અને ફત્તુ નામની માત્ર બે માદાઓ હવે બચી છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સફેદ ગેંડાના એક કિલો શિંગડાના ૫૦ હજાર ડોલર મળતા હતા. આથી દુર્લભ ગેંડાઓને મારીને શિંગડા મેળવવાની માનવીય પ્રવૃતિએ લાખો વર્ષથી અસ્તિત્વ ધરાવતા પ્રાણીનું ધનોત પનોત કાઢી નાખ્યું છે.

એક માહિતી મુજબ ૧૯૭૦માં ઉતરીય સફેદ ગેંડાઓની સંખ્યા ૨૦ હજાર આસપાસ હતી જે ૧૯૯૦માં ઘટીને માત્ર ૪૦૦ થઇ હતી. ૨૦૦૩માં માત્ર ૩૨ ગેંડાઓની વસ્તી બચી હતી. સફેદ ગેંડા અગાઉ ઉત્તર પશ્ચિમ યુગાન્ડા, દક્ષિણ સૂડાન, મધ્ય આફ્રિકાના કોંગોના ઉત્તર પૂર્વ ભાગમાં નહી ચાડ અને કેમરુન સુધી જોવા મળતા હતા. આટલા મોંટા પાયે સફેદ ગેંડાનો શિકાર થયો છતાં તેને રોકવા કોઇ પ્રયાસો થયા હતા. આથી તો ગેંડાની પ્રજાતિની બચેલી અંતિમ બે માદા કેન્યાના નૌરોબીથી ૨૫૦ કિમી દૂર આવેલા એક ઝુમાં એકલી અટુલી જીવન જીવે છે તેના માટે માણસ જવાબદાર છે એવો બળાપો સોશિયલ મીડિયામાં પણ શરુ થયો છે.

(4:50 pm IST)