Gujarati News

Gujarati News

News of Wednesday, 8th June 2022

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં પેસેન્જર વાન ખીણમાં પડતા 22 લોકોના મૃત્યુની માહિતી

નવી દિલ્હી: પાકિસ્તાનના પર્વતીય બલૂચિસ્તાન પ્રાંતમાં બુધવારના રોજ એક પેસેન્જર વાન સેંકડો ફૂટ ઊંડી ખીણમાં પડતાં 22 લોકોનાં મોત થયાં હતાં અને એક બાળક ઘાયલ થયો હતો. પાકિસ્તાન અખબાર અનુસાર, જોબ નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહેલી વાન કિલ્લા સૈફુલ્લાહ વિસ્તાર પાસે એક ખીણમાં પડી ગઈ હતી. ડેપ્યુટી કમિશનર હાફિઝ મુહમ્મદ કાસિમના હવાલાથી કહેવામાં આવ્યું હતું કે, વાહન અખ્તરઝાઈ નજીક એક ટેકરીની ટોચ પરથી પડી ગયું હતું અને અકસ્માત સમયે કારમાં લગભગ 23 લોકો સવાર હતા. અખ્તરઝાઈ એ આદિવાસી વિસ્તાર છે જે ઝોબમાં 1,572 મીટરની ઊંચાઈએ આવેલો છે. બચાવ અધિકારીઓએ જણાવ્યું હતું કે, અકસ્માતમાં એક બાળકને ઈજા થઈ હતી અને તેને સારવાર માટે ક્વેટા રિફર કરવામાં આવ્યો હતો. તમામ મૃતકોના મૃતદેહોને કિલ્લા સૈફુલ્લાની જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. મૃતકોમાં 5 બાળકો, 5 મહિલાઓ અને 11 પુરૂષોનો સમાવેશ થાય છે. જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું કે, વિસ્તારની હોસ્પિટલોમાં ઈમરજન્સી લાદવામાં આવી છે. ક્વેટાથી બચાવ ટુકડીઓ બોલાવવામાં આવી હતી. બચાવ કાર્ય બપોરે 1 વાગ્યે પૂરું થયું. અકસ્માત બાદ તરત જ મૃતકો માટે પ્રાર્થનાઓ શરૂ થઈ ગઈ હતી.

 

(5:33 pm IST)