Gujarati News

Gujarati News

News of Wednesday, 8th June 2022

પશ્ચિમે યુક્રેનને આપેલા તમામ શસ્ત્રોનો ખાત્મો કર્યો હોવાનો રશિયાએ કર્યો દાવો

નવી દિલ્હી: રશિયાના લશ્કરે જણાવ્યું છે કે તેણે તાજેતરમાં કરેલા હુમલામાં પશ્ચિમ દ્વારા યુક્રેનને આપવામાં આવેલા તમામ શસ્ત્રોનો ખાત્મો બોલાવી દીધો છે.આ  ઉપરાંત રશિયા પૂર્વી યુક્રેનમાં ચાવીરુપ શહેર કબ્જે કરવા માટે દળોને નવેસરથી ગોઠવી રહ્યુ છે. તેની સાથે વધુ દળો મોકલી પણ રહ્યુ છે.  મેજર જનરલ ઇગોર કોનાશેન્કોવે જણાવ્યું હતું કે રશિયાની આર્ટિલરીએ નોર્વે અને  દ્વારા પૂરી પાડવામાં આવેલી હોવિત્ઝર અને અમેરિકા દ્વારા પૂરી પાડવામાં આવેલી બે આર્ટિલરી સિસ્ટમ્સને ધ્વસ્ત કરી દીધી છે. યુક્રેનના ડોનબાસ પ્રાંતના છેલ્લા બે શહેરનો કબ્જો મેળવી લેવા માટે રશિયા વ્યૂહ બદલીને વધુને વધુ મરણિયું બન્યુંતેમણે જણાવ્યું હતું કે રશિયન આર્ટિલરીએ યુક્રેનના સાધનો નષ્ટ કર્યા છે. જ્યારે રશિયાના હવાઇદળે યુક્રેનના દળો પર હુમલો કરવા દરમિયાન તેના સાધનો અને આર્ટિલરી પોઝિશન્સને ધ્વસ્ત કરી છે. જો કે તેના દાવાની સ્વતંત્ર રીતે ખરાઈ થઈ શકી નથી.

 

(5:35 pm IST)